13 June 2015

કોમ્પ્યુટર અને આરોગ્ય



આજે જે પ્રકારે કોમ્પ્યુટર પ્રગતિ અને આધુનિકતાની ઓળખ બની ચુક્યુ છે, તેવી જ રીતે આજે યોગ પણ માનવીય સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નવ ક્રાંતિ બનીને સમગ્ર દુનિયામાં ઝડપથી પ્રસરી રહ્યું છે. એ લોકો માટે કે જે કોમ્પ્યુટર પર સતત આઠથી દસ કલાક કામ કરીને કેટલાંય પ્રકારના રોગોનો શિકાર બને છે અથવા તણાવ કે થકાવટનો ભોગ બને છે.
નિશ્ચિત પણે કોમ્પ્યુટર પર સતતા આંખો લગાવી રાખવાથી નુકસાન તો થાય છે જ તેના સિવાય પણ એવી કેટલીક નાની-નાની સમસ્યાઓ પણ પેદા થાય છે. જેનાથી આપણે જાણતા-અજાણતા લડતા રહીએ છીએ. તો આવો જાણીએ કે આવી સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવી શકાય.
કોમ્પ્યુટર અને આરોગ્ય-
કોમ્પ્યુટર પર સતત કામ કરવાથી સ્મૃતિ દોષ, દૂરદ્રષ્ટિ કમજોર પડવી, ચિડિયાપણું, પીઠ દર્દ, અનાવશ્યક થાક વગેરે થાય છે. કોમ્પ્યુટર પર સતત કામ કરતાં રહેવાથી આપણું મસ્તિષ્ક અને આપણી આંખો એ પ્રકારે થાકી જાય છે કે કેવળ નિંદરથી તેમાં રાહત મળતી નથી. જોવામાં આવ્યું છે કે કોમ્પ્યુટર પર રોજ આઠથી દસ કલાક કામ કરનારા મોટાભાગના લોકોને દ્રષ્ટિદોષ થાય છે.
તેઓ કોઈને કોઈ નંબરના ચશ્મા પહેરવા લાગે છે. તેના સિવાય તેમનામાં સ્મૃતિ દોષ પણ જોવા મળે છે. કામના બોઝા અને દબાણના કારણે તેમનામાં ચિડિયાપણું સામાન્ય વાત બની ગઈ છે. એ વાત અલગ છે કે તેઓ ઓફિસનો ગુસ્સો ઘરે કાઢે છે. કોમ્પ્યુટરને કારણે જે ભારે શારીરિક અને માનસિક હાનિ પહોંચે છે, તેની ચર્ચા વિશેષજ્ઞો હંમેશા કરતાં રહે છે.
બચાવ-
પહેલી વાત આપનું કોમ્પ્યુટર આપની આંખોની બરાબર સામે રાખો. એવું ન હોય કે આપની આંખોની કીકી ઉપર ઉઠાવીને રાખવી પડે, તો જરા સિસ્ટમ જમાવી લો કે જે આંખોથી ઓછામાં ઓછી ત્રણ ફૂટ દૂર હોય. બીજી વાત કોમ્પ્યુટરર પર કામ કરતી વખતે પોતાની સુવિધાપ્રમાણે દર 5થી 10 મિનિટ બાદ 20 ફૂટ દૂ જોવો. જેના કારણે દૂર દ્રષ્ટિ કાયમ રહેશે. સ્મૃતિ દોષથી બચવા માટે પોતાના દિવસભરના કામને રાતના સમયે ઉલટાક્રમમાં યાદ કરો. જે પણ ખાન-પાન છે, તેના પર પુનર્વિચાર કરો. થાક મટાડવા માટે ધ્યાન અને યોગ નિંદ્રાનો લાભ લો.