13 June 2015

કોમ્પ્યુટર પર વધારે બેસો છો ? તો આ વ્યાયામ કરવો.

કોમ્પ્યુટર પર વધારે બેસો છો તો આ વ્યાયામ કરવો
આખો દિવસ કોમ્પ્યુટરની સામે બેસીને બેસી-બેસીને હાથ-પગ, આંખો અને આખા શરીરની ખરાબ હાલત થઈ જાય છે. આમ તો આ બધી સામાન્ય વાત છે પરંતુ આનો આપડા શરીર પર ઘણો પ્રભાવ પડે છે.


દિવસભર કાર્ય કરવા વાળા મોટા ભાગના લોકોમાં થોડા સમય પછી સ્વભાવ ચીડીયાપણો થઈ જાય છે અને તે માનસિક તણાવથી પણ પીડાઈ છે. જેનાથી તેમનુ પારિવારિક જીવન અને કાર્યક્ષમતા પણ પ્રભાવિત થાય છે. સમય હોય તો આ તણાવને દુર કરવાનો ઉપાય કરવામા આવે તો હમેશા ખુશ અને સ્વસ્થ રહી શકો છો. તમારી આંખોની રોશની હમેશા ચમક્તી રહેશે અને ચશ્મા વગેરેથી છુટકારો મળશે.
આ વ્યાયામ કરવો -
- કોમ્પ્યુટર પર કામ કરવા વાળા લોકોની આંખોમા સૌથી વધારે દબાણ પડે છે. એટલા માટે આંખોની સુરક્ષા માટે આંખોને ચારેય બાજુ ફેરવવી. પછી ગોળ ફેરવવી. આનાથી આંખોની રોશની વધશે અને આંખોને ઠંડક મળશે.
- બેઠા-બેઠા પીઠ દર્દ થવા લાગે તો આ દર્દને દુર કરવા માટે બન્ને હાથથી કોણીઓથી વાળી અને બન્ને હાથની આંગળીઓને ખભા પર રાખવી. પછી બન્ને હાથોની કોણીઓને ભેગી કરી અને શ્વાસ ભરતા કોણીઓને સામેથી ઉપરની તરફ લઈ જાવી. કોણીઓને ફેરવતા-ફેરવતા નીચેની તરફ શ્વાસ છોડતા-છોડતા લઈ જાવું. કોણીઓને વિપરીત દિશામાં ઘુમાવવી.
- ડોકના દર્દથી બચવા માટે ડોકને ડાબી-જમણી અને ઉપર-નીચે ફેરવવી. ગોળ-ગોળ ફેરવવી. આનાથી તમારી ડોકની પીડા દુર થઈ જશે.
- આ વ્યાયામ રોજ કરવાથી થોડા દિવસોમાં તમે માનસિક તણાવથી મુક્તિ પ્રાપ્ત કરી લેશો અને પછી સારામા સારા કામ કરી શકશો.





ટાઈપીંગથી આંગળીઓ દર્દ કરી રહી છે?







તમારો મોટા ભાગનો સમય કમ્પ્યુટર સામે કામ કરતા પસાર થાય છે. કમ્પ્યુટર પસ કામ કરતા તમારી આંગળીઓ થાકી જાય છે. એવામાં સ્વાભાવિક છે કે તમારી આંગળીઓમાં દર્દ થાય અને ટાઈપ કરતા તમારી આંગળીઓ થાકી જાય.
ઓફિસમાં કે અન્ય કોઈ જગ્યાએ કમ્પ્યુટર પર કામ કરતા થાકી ગયેલી આંગળીઓને કસરત આપવી ખૂબ જરુરી છે. થોડી કસરત કરવાથી તમે એ આંગળીઓનો થાક દૂર કરી શકો છો. આંગળીઓનો તણાવ સમાપ્ત થઈ જશે અને તમે તમારું કાર્ય વધુ સારી રીતે કરી શકશો.
કેવી રીતે કરશો આંગળીઓની કસરત
ખુરશી પર બેઠા બેઠા તમારા હાથને ખભાની બરાબર સામે લાવવા. બંને હથેળીઓને નીચે તરફ વાળીને મુઠ્ઠી વાળવી. મુઠ્ઠી વાળતી અંગૂઠો અંદરની તરફ રાખવો. બંને હથેળીઓને એકબીજા તરફ ફેરવવી. ગોળ ગોળ ફેરવવી અને બધી દિશાઓ તરફ વાળવી. આમ કરતી વખતે શ્વાસની ગતિ સામાન્ય રાખવી.
આ કસરત તમે દિવસમાં પાંચ- પાંચ મિનિટ સુધી કરી શકો છો. તેનાથી આંગળીઓ અને હાથનો તણાવ દૂર થી શકે છે.