13 June 2015

સંગીત અને યોગથી રાખો મગજને તંદુરસ્ત



શરીરનો મહત્વનો ભાગ ગણાતા મગજને પણ ખોરાકની જરૂર હોય છે. મગજને બૂસ્ટ કરવાની અનેક રીતો છે. તેમાંની કેટલીક ખાસ છે...
અનેક શોધ અને સંશોધનોમાં જોવા મળ્યું છે કે યોગ્ય માહોલ અને ઉચિત વ્યવહારથી મગજને ક્રિયાશીલ રાખી શકાય છે. એટલે કે સાચો આહાર, સંગીત, ગેમ્સ અને કસરત દ્વારા મગજના પાવરને વધારી શકાય છે.
મોઝાર્ટ સાંભળો: સંગીતની મગજ પર સકારાત્મક અસર થાય છે. યુનિવર્સિટી ઓફ કેલફિોનિgયામાં થયેલો અભ્યાસ જણાવે છે કે, જે લોકો સતત પિયાનો વગાડતા રહે છે કે કોરસમાં ગીત ગાતા રહે છે, તેઓ ઝડપથી કોયડો ઉકેલી શકતા હોય છે. જેનો સંગીત સાથે સંબંધ ન હોય એવા લોકો આ મામલે પાછળ રહેતા હોય છે.
જોગિંગ કરો: અઠવાડીયામાં દરરોજ જોગિંગ કરવાથી પણ મગજ ક્રિયાશિલ રહે છે. જોગિંગની અસર બાળકોમાં પણ જોવા મળી છે. નિષ્ણાતો અનુસાર દરરોજ 20 મિનિટ જોગિંગ કરવાથી ડિમેન્શિયાનું જોખમ ઘટી જાય છે.
વીડિયો ગેમ રમો: થોડા સમય અગાઉ થયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, છોકરીઓ જો પરિવારની સાથે વીડિયો ગેમ રમે તો તેમના સામાજિક વ્યવહારમાં પરિવર્તન આવે છે. હવે યુનિવર્સિટી ઓફ રોનચેસ્ટરમાં થયેલું સંશોધન જણાવે છે કે વીડિયો પર વોર ગેમ રમવાથી પણ મગજને ફોકસ કરવાની ક્ષમતા સામાન્ય વ્યક્તિ કરતાં વધી જાય છે.
વિદેશી ભાષા શીખો: બાયલેગ્યુઅલ (દ્વિભાષી) લોકો પર વૈશ્વિક સ્તર પર થયેલા આકલનથી જાણવા મળ્યું છે કે આવા લોકો મલ્ટી ટાસ્કર હોય છે. તેનાથી જાણવા મળ્યું કે વધુ ભાષાઓ શીખવી બ્રેઈન એિકટવિટીને વધારે છે.
યોગની શક્તિ: શરીર અને મનને ઉર્જા આપવા માટે યોગથી વધુ શ્રેષ્ઠ બીજું કશું જ નથી. યોગના નિષ્ણાતો જણાવે છે કે મગજને બૂસ્ટ કરવાના અનેક આસન છે. મને શાંત રાખવા, મગજને ક્રિયાશિલ રાખવા અને યાદશક્તિ વધારવા માટે પણ તમે યોગની મદદ લઈ શકો છો.
બાળકોની જેમ ઊંઘો: આનો અર્થ એવો છે કે બાળકોની જેમ નિશ્વિંત અને તણાવમુકત બનીને ઊંઘો. વૈજ્ઞાનિકો જણાવે છે કે સારી ઊંઘનો શરીર અને મન પર વિશેષ પ્રભાવ હોય છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ઊંઘવાથી મગજને ન્યુરોજિનેસિસનું યોગદાન મળે છે, જે નવા નર્વ સેલ બનાવવામાં મદદ કરે છે.
ધ્યાન માટે ચોકલેટ
શરુઆત ખોરાકથી કરીએ, જે પોષણ આપનારું સૌથી મોટું સ્ત્રોત હોય છે. આમ તો ઉચિત ખાણી-પીણીની શરીર પર સાચી અસર પડતી હોય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ધ્યાન વધારવામાં ચોકલેટ અસરકારક પુરવાર થઈ છે. આ ઉપરાંત સુકો માવો પણ ઓમેગા-૩ અને ૬ ફેટી એસિડ, વિટામિન ઈ, વિટામિન બી-૬થી ભરપૂર હોય છે અને નર્વસ સિસ્ટમ માટે તે ઉત્તમ સ્ત્રોત છે.