13 June 2015

યોગથી જાળવો સુંદરતા



ત્વચાને સુંદર અને આકર્ષક બનાવવા માટે બજારમાં મળતી ઘણીબધી પ્રોડકટસનો ઉપયોગ મહિલાઓ કરતી હોય છે. પણ સુંદર થવા માટે યોગ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. યોગ કરવાથી તમારી ત્વચાના રિંકલ્સ, ડાર્ક સર્કલ્સ અને નિસ્તેજ ત્વચાથી તમે છુટકારો મેળવી શકશો. યોગથી શારીરિક શક્તિ સારી રહે છે અને સાથે જ તમારી સુંદરતામાં પણ વધારો કરે છે.
- રોજ વીસ મિનિટ સુધી યોગ અભ્યાસ કરવાથી ઢીલી પડી ગયેલી ત્વચા ટાઇટ બને છે. તેથી ત્વચાની કાંતિ ખીલે છે અને કોમળ બને છે.
- એક મહિનો નિયમિત રીતે યોગ કરવાથી તેના ફાયદા તરત જ દેખાય છે.
- જો તમે ત્વચા પર પડેલી કરચલીઓથી વધારે પરેશાન હો તો કરચલીવાળા ભાગ પર હળવા હાથે મસાજ કરવો અને ઊંડો શ્વાસ લેવો. રોજ સવારે પાંચથી સાત મિનિટ આમ કરવાથી ઘણો ફાયદો થાય છે. આનો નિયમિત પ્રયોગ કરવાથી કરચલીઓ દૂર કરી શકાય છે.
- ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે મોઢામાં ઊંડો શ્વાસ ભરી રાખો. આ હવાને રોકીને રાખવાનો પ્રયત્ન કરો, પછી ધીમે ધીમે તેને બહાર કાઢો. આ પ્રક્રિયાને પાંચથી સાત વખત કરવી.
- આંખ પણ અંતરનો આયનો છે, તેથી એને સ્વસ્થ રાખવી જરૂરી છે. આંખને આકર્ષક રાખવા માટે જીભને જેટલી બહાર કાઢી શકો તેટલી કાઢો અને તેની સાથે જ આંખને જેટલી પહોળી કરી શકો તેટલી કરવાનો પ્રયત્ન કરો.
- સારા દેખાવા માટે સારું અનુભવવું પણ જરૂરી છે. જો નકારાત્મક વિચારો તમારા મનમાં આવતાં હોય તો સુખાસન કે શવાસન કરવાથી તમને ફાયદો થશે.
- પોતાને સુંદર બનાવી રાખવા માટે રોજ ૧૦થી૧૫ મિનિટ સુધી ધ્યાન જરૂરી છે. ધ્યાન માટે બંને આંખને બંધ કરો અને તમારું ધ્યાન બંને આઇબ્રોની વચ્ચે કેન્દ્રિત કરો.