11 July 2015

ભારતની સૌથી હાઇ બજેટની ફિલ્મ ‘બાહુબલી’

ફિલ્મઃ બાહુબલીઃ ધ બિગિનિંગ
ડાયરેક્ટરઃ એસ.એસ. રામજોલી
સ્ટાર કાસ્ટઃ પ્રભાસ, રાણા ડગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, સુદીપ
સર્ટિફિકેટઃ U/A
રેટિંગઃ 3.

અગાઉ ‘મગધીરા’ અને ‘ઇગા (મખ્ખી)’ જેવી ફિલ્મોના ડિરેક્ટર એસ.એસ. રામજોલીએ આ ફિલ્મ સાથે ફિલ્મમેકિંગના ઇતિહાસમાં એક નવો ચીલો ચાતર્યો છે. ત્રણ વર્ષ સુધી એક જ વાર્તા પર શૂટિંગ કરીને ભારતની સૌથી હાઇ બજેટની ફિલ્મ ‘બાહુબલી’ બનાવી છે.

વાર્તા
આ ફિલ્મની વાર્તા કાલ્પનિક નગર ‘માહેષ્મતી’ના સિંહાસનની જે મહારાણી પોતાના બે દીકરાઓ ‘બાહુબલી’ અને ભલાલમાંથી એકને આપવા માંગતી હોય છે. અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ)ને લોકો ભગવાનની જેમ પૂજતા હોય છે. ધીમે ધીમે અમરેન્દ્રનો દીકરો શિવુડુ (પ્રભાસ) પણ અહીંયાંના લોકોનો ‘હીરો’ બની જાય છે. એક સમયે પછી જ્યારે શિવુડુ પોતાના પ્રદેશમાં પરત આવે છે ને જુવે છે કે બધું જ બદલાઈ ગયું છે. ભલાલ (રાણા ડગ્ગુબત્તી)ના લોકોની સાથે શિવુડુએ યુદ્ધ કરવું પડે છે. આ સમયે બંને હિરોઇનોના અલગ અલગ ચહેરાઓ સામે આવે છે.


સ્ક્રિપ્ટ, અભિનય, સંગીત
ફિલ્મ સ્ક્રિપ્ટ અને સ્ક્રિન પ્લેને જોઇને ખરેખર લાગે છે કે આ ફિલ્મની કહાની માટે એસ. એસ. રજામોલીએ આઠ વર્ષનો સમય લીધો છે. આ ફિલ્મના કેટલાક સીન તમને ચોંકાવી દે એવા છે. પ્રભાસ અને રાણા ડગ્ગુબત્તીએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. બંનેએ પોતાના રોલને અનુરૂપ સંપૂર્ણ ન્યાય આપ્યો છે. તો મુખ્ય હિરોઇન તરીકે અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયાએ પણ સારું પ્રદર્શન કર્યું છે. તો ફિલ્મમાં સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર ખૂબ જ સુંદર છે. ફિલ્મનાં ગીતોને બાદ કરતાં ફિલ્મનાં તમામ પાસાંઓ ખૂબ જ સુંદર છે.

ફિલ્મ ‘બાહુબલી’એક દમ પૈસાવસૂલ છે. ફુલ ફેમિલી સાથે જોવા જવાય એવી મસાલા ફિલ્મ છે. આ ફિલ્મમાં એક ઐતિહાસિક વર્ણન તમને ફિલ્મ બીજી વખત જોવા મજબૂર કરે છે.