17 November 2015

ચોરાયો હોય કે ગુમ થયો હોય મોબાઇલ, તો આ છે શોધી કાઢવાની રીતો

ગુમ કે ચોરી થયેલો મોબાઇલ કવી રીતે પાછો મેળવી શકાય

1- આઇએમઇઆઇ દરેક મોબાઇલ કે સ્માર્ટફોનનો આઇએમઇઆઇ નંબર હોય છે. તમારા ફોનથી *#ડાયલ કરીને પોતાના મોબાઇલ ફોનનો આઇઇએમઆઇ નંબર મેળવી શકો છો. આ નંબરને હંમેશા કોઇ સુરક્ષિત જગ્યાએ નોટ કરી લેવો જોઇએ.જેથી ભવિષ્યમાં જોકોઇ મોબાઇલ ખોવાઇ જાય તો તે તમારા કામમાં આવી શકે. તમે આ નંબરની મદદથી પોતાનો મોબાઇલ ફોન ટ્રેક કરી શકો છો. આઇએમઇઆઇ નંબર જોવામાટે હેન્ડસેટની બેટરી કાઢિને ફોનના પેનલમાં લાગેલા સ્ટીકરથી આઇએમઇઆઇ નંબર જોઇ શકાય છે.

2- અવાસ્ત મોબાઇલ સિક્યોરિટીઅવાસ્ત મોબાઇલ સિક્યોરિટીની મદદથી તમારો ખોવાઇગયેલા મોબાઇલને ટ્રેક કરી શકાય છે.આ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આના થી તમે પોતાનો મોબાઇલટ્રેક કરવાની સાથેસાથે તેને કન્ટ્રોલ પણ કરી શકો છો. જયારે પણ મોબાઇલ ખોવાઇ જાય ત્યારે તમારા ખોવાઇ ગયેલા મોબાઇલમાં એક એસએમએસ મોકલીને તમે તેનું લોકેશન જાણી શકો છો.

3- મોબાઇલ ચેઝ લોકેશન ટ્રેકરમોબાઇલ ચેઝ લોકેશનટ્રેકર પણ એક આવી જએપ્લિકેશન છે જેનીમદદથી ગુમ કે ચોરી થયેલો મોબાઇલ ટ્રેક કરવો આસાન છે. આન મદદથી આપના હેન્ડસેટમાં કોઇ બીજાનું સિમ હોવાની માહિતી મળેછે. આ એપ્લિકેશન જીપીએસ કનેક્ટીવિટીના માધ્યમથી હેન્ડસેટનું સાચુ લોકેશન દર્શાવે છે. એટલું જ નહીં લોકેશન આઇ પણ એસએમએસથી મોકલી દેશે.

4- થીફ ટ્રેકરથીફ ટ્રેકર એપ્લિકેશન ઘણી જ મદદગાર સાબિત થશે. આ મોબાઇલ ચોરી કરનારી વ્યક્તિ અંગે પૂરી જાણકારીઆપશે. ચોરી થયેલો મોબાઇલનો ઉપયોગ કરવાનું ચોર માટે પણ મુશ્કેલ થઇ જશે.અને તે આપના મોબાઇલની ખોટી જાણકારી નહીં આપી શકે. સાથે જ આમાં એક વિશેષ ફિચર એ છેકે તે મેલ દ્ધારા ફોટો ખેંચીને સેન્ડ પણ કરશે. જેનાથી મોબાઇલનું લોકેશન જાણી શકાશે

5- સ્માર્ટ લુકસ્માર્ટ લુક એપ્લિકેશન પણ લગભગથીફ ટ્રેકરની જેમ જ કામ કરે છે. આ પણ આપના ફોનને ચોરનારવ્યક્તિનો ફોટો ખેંચનીને મેલ કરી દેશે. આ જીપીએસની મદદથી તમારા મોબાઇલ ફોનનું લોકેશન જણાવતું રહેશે, જેનાથી તમે ફોન ટ્રેક કરી શકશો.

6- એન્ટી થેફટ એલાર્મએન્ટી થેફ્ટ એલાર્મ પણ મોબાઇલની ચોરીને રોકવામાં મદદગાર સાબિત થશે. આ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદફોનમાંથી તેને એક્ટિવેટ કરવી પડશે. ત્યાર બાદ જો કોઇ તમારો મોબાઇલ અડવાની કોશિશ કરશેતો તમારા મોબાઇલનું એલાર્મ જોરથી વાગશે અને તમને ખબર પડી જશે કે તમારો મોબાઇલ કોણ ચોરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

7- પ્લાન બી લુકઆઉટ મોબાઇલ સિક્યુરિટીપ્લાન બી લુકઆઉટ સિક્યોરિટી એપ્લિકેશનની મદદથી ખોવાઇ ગયેલોકે ચોરી થઇ ગયેલો ફોન લોકેશનની મદદથી આસાનીથી ટ્રેક કરી શકાય છે.આ એપ્લિકેશન જીપીએસની મદદથી આપનો ગાયબ ફોન લોકેશન બતાવતો રહેશે. જેમા પ્લાન એ અને બી પણ છે. જો કે ફોનમાંથી જીપીએસ ઓફ કરી દે તો એપ્લિકેશન આપનેમેલ દ્ધારા આ વાતની જાણકારી આપશે જેથી તમને ખબર પડે કે તમારા ફોનનું છેલ્લું લોકેશન કયું હતું.