પેટ અને સાથળનો ભાગ એવો છે જ્યાં ચરબી ઝડપથી વધવા લાગે છે. જો થોડું બેઠાળુ જીવન થાય અને ખાવા પર કંટ્રોલ ન કરવામાં આવે તો વજન ફટાફટ વધી જાય છે આવા સમયે વધેલી ચરબીને ઉતરાવી જરૂરી છે નહીં તો આ ચરબી જમા થતી જાય છે અને તમારું શરીર વધતું જાય છે. પરંતુ જો તમે ખરેખર પેટને સપાટ બનાવવા માગો છો તો આજે અમે તમારા માટે ખાસ ઉપાય લઈને આવીએ છીએ, જે અપનાવવાથી તમારું પેટ ચોક્કસથી સુડોળ બનશે અને તમારો લુક પણ સારો થશે.
પેટની ચરબી ઘટાડવા માટે શું કરવું અને શું નહીં....
દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરો
પેટ પર જામતી ચરબીને ઉતારવા માટે નયણા કોઠે લીંબુ પાણી પીઓ. થોડા હુંફાળા પાણીની અંદર લીંબુ નીચોવી પી લો તેનાંથી શરીરનું મેટાબોલિઝમ તંદુરસ્ત રહેશે અને ચરબીનાં થર પણ નહીં જામે.
ખુબ પાણી પીઓ
દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીઓ. એટલે કે દિવસનું આશરે 4 લિટર આશરે 8થી 10 બોટલ પાણી પીવાની ટેવ પાડી લો. તે વજન ઉતારશે, સ્કિન સારી કરશે. ચહેરની ચમકની સાથે વાળ વધારશે.
કાચુ લસણ ખાઓ
વહેલી સવારે બે કળી કાચુ લસણ ખાઓ. તે ચાવીને ખાવાથી અને તે બાદ લીંબુ પાણી પીવું બોડી માટે ફાયદાકારક રહેશે. તેનાંથી વજન ઘટવાની પ્રક્રિયા બમણી ઝડપે થશે.
બ્રાઉન રાઈસ
તમારા ખોરાકમાં સફેદ ભાતથી દૂર રહો અને તેની જગ્યાએ બ્રાઉન રાઈસ, બ્રાઉન બ્રેડ અને કઠોળનો ઉપયોગ કરો. તેના સેવનથી તમારા શરીરમાં વધારાનો ફેટ જમા થશે નહીં સાથે જ પેટ પણ ફુલશે નહીં.
સ્વિટ્સ ટાળો
જો આપને સ્વિટ્સ ખાવાની ટેવ હોય તો તેનાં પર કંટ્રોલ રાખો. તે તમારા બોડીમાં ચરબી પેદા કરે છે. તે તમારા શરિરનાં અલગ અલગ ભાગ પેટ, જાંઘ પર ચરબી જમા કરે છે.
વોકિંગ
દરોરજ 20થી 30 મિનિટ વોક પર જાઓ. તમારું આ રૂટિન તુટવા ન દો. તમારે તમારી જાત માટે 30 મિનિટ તો ફાળવવી જ જોઈએ. તેમાં પણ જો 20 મિનિટ વોકિંગ અને 10 મિનિટની સામાન્ય એક્સરસાઈઝ કરશો તો પછી તમારા વજનમાં ઉતારો ઝડપથી થશે. તેમજ પેટ પણ સપાટ થશે.