11 December 2015

તારા જેવા ૧૭ તો મેં મારા ખેતરમાં દાળિયા રાખ્યા સે...

મહેસાણા ના એક વ્યક્તિ ને કાલુપુર સ્ટેશન ઉપર એક માણસ મળ્યો.
કહેવા લાગ્યો.
મારું પર્સ ક્યાંક ખોવાઈ ગયું છે.
બસ મને કાલુપુર થી સુરત પહોચવાના પૈસા આપી દો.
ટીકીટ ૧૫૦ રૂપિયાની છે, અને સુરતથી મારે ઘરે હું ચાલતો જતો રહીશ.
બસ ૧૫૦ રૂપિયા જોઈએ છે.
આમ તો હું ખુબ સંપન્ન પરિવાર થી છું, મને પૈસા માંગતા ખચકાટ થાય છે.

મહેસાણા વાળા વ્યક્તિ એ કહ્યું,
ઈમો શરમાવા જેવી કોય વાત નહિ ભઈ,
કોક દાડો મારી જોડયે આવું થઇ હકે હેં..
આ લ્યે મારો ફોન, તારા ઘર વાળાઓ જોડે વાત કર.
કઈ દે કે મારા આ નંબર ઉપર ૨૦૦ રૂપિયા નું રીચાર્જ કરાવી દે, અને તું મારી જોડે ૨૦૦ રૂપિયા રોકડા લઇ લે.
તારો પરોબ્લેમ સોલ થઇ જાહે...
...પેલો માણસ કઈ બોલ્યા વગર આગળ ચાલવા લાગ્યો.
મહેસાણા વાળો માણસ બોલ્યો,
ભુંડા તારા જેવા ૧૭ તો મેં મારા ખેતરમાં દાળિયા રાખ્યા સે...