14 February 2016

પ્રેમ ની કોઈ વ્યાખ્યા ન હોય.

મને કોઇ ધર્મ કે પ્રસંગોને લઇને ટીપ્પણી કરવાની આદત નથી પણ આજકાલ આ નવા નવા દિવસોની ઉજવણીએ એવો ડાટ વાળ્યો છે કે સાલું સમજાતું નથી આ યુવા વર્ગ કઇ દિશા તરફ જઇ રહ્યો છે...

અધુરી સમજણ અને બીજાનું આંધળું અનુકરણ આજની પેઢીને કઇ દિશા તરફ લઇ ગઇ છે એ હવે કંઈ નક્કી નથી કરી શકાતું...

શું એને જ પ્રેમ કહેવાય?
કે જેના માટે પુરા એક અઠવાડિયા સુધી મથામણ કરવી પડે!

ગુલાબ આપીને પરિચય કેળવવો
ને પછી પ્રપોઝ કરીને એકબીજાની નજીક આવવું..
ત્યારબાદ ચોકલેટ ખવડાવી ચેડા આપીને પ્રોમીસ કરવી કે આપણે બંને  એકબીજાના છીએ..
આ લાગણીઓનો ઉભરો પછી ચુંબન સુધી પહોંચે છે પછી એકમેકમાં હગ કરીને ખોવાઇ જાય છે..
જે કંઈ બાકી રહે તે છેલ્લા દિવસે થાય છે...
આમ વેલેન્ટાઇન ડે ઉજવાય છે..

આ બધા દિવસોના નામ અને તે દિવસો દરમ્યાન થતાં કામને જોતા તો એવું જ લાગે છે કે આ ઉજવણી એ પ્રેમ નથી પણ શારિરીક સંબંધો માટેની છે..

ગુલાબ, ચોકલેટ, ટેડી પ્રોમીસ, કીસ કે હગ દિવસ ઉજવવાથી પ્રેમ થઇ જતો નથી..

સંત વેલેન્ટાઇન એ સમગ્ર વિશ્વને પ્રેમનો સંદેશો આપ્યો હતો..
આવા દિવસો ઉજવવાની કોઇ વાત નહોતી કરી..

માનવ માત્રને પ્રેમ કરતા રહીએ, ભગવાને બનાવેલી દુનિયામાં બઘા સાથે પ્રેમ રહે કોઈ પ્રત્યે નફરત ન થાય એવો સંદેશો સંત વેલેન્ટાઇન એ આપ્યો હતો..

આવા દિવસો ઉજવવાની કોઇ જરૂર નથી પ્રેમ ની કોઈ વ્યાખ્યા ન હોય.