14 February 2016

વેલેન્ટાઈન

"દીકુ મને ગાડીમાં જઇને ચા પીવી ગમે "
"હવે હું મુજકા હાલીને ચા પીવા જાવ છું ને તને......😡"
      
        પ્રેમનું કેવું છે ? તેનું ઉદાહરણ શાહબુદિન રાઠોડના વનેચંદના વરઘોડમા થોડો ફેરફાર કરીને કહું. હું અને મારા પ્રિય મિત્ર ભવ્ય રાવલ એક બ્રાહ્મણ મિત્રને ત્યા બ્ર્મહભોજન કરવા ગયા હતા. ત્યા હજુ પાંગત પ્રથા હતી. થાડીઓ આવી અને થોડી વારમા ધડાંગ.....ધડાંગ.....ધડાંગ, અવાજ આવ્યો એટલે ભવ્યએ પૂછ્યું,"આ શું છે?"
તેની  બાજુમા બેઠેલા ભાઇએ કહ્યુ કે, "લાડુ આવે છે."
"એમાં આટલો બધો અવાજ."કહી મિત્ર ભવ્ય દાઢી માંથી હસ્યા. થોડીવાર બાદ બ્ર્મહભોજન નો નાદ થયો. અમે બધાએ એકસાથે લાડવા મોમાં મૂક્યા. પણ લાડવો તૂટયો નહીં. ત્યાં મિત્ર ભવ્ય બોલ્યા, "તૂટયો, તૂટયો." હું આશ્ર્ચર્યની મુદ્રામાં તેની સામુ જોઈ પૂછવા લાગ્યો "લાડવો તૂટી ગયો."
"ના,દાંત તૂટી ગયો યાર !"
એટલામાં પિરસનાર વ્યક્તિ માંથી એકે પૂછ્યું,"હવે કાંઇ જોઈએ છીએ?"
મેં કહ્યુ ,"હા,ખાંડણી ને દસ્તો આપો." પ્રેમનું પણ આવુ જ છે. પીરસાય જાય તો મજા આવે. ખાવા જાવ તો દાંત તૂટી જાય અને પ્રેમલગ્ન કરો તો ખાંડણી ને દસ્તો સાથે રાખવાનો. લાકડાના લાડુ.
           આ વેલેન્ટાઈન ડેના દિવસે અમેરિકાથી મને ફોન આવ્યો એમણે પૂછ્યું,"મયલા ભાઇ દુનિયાના સોથી ઘાયલ પ્રેમીઓ ક્યાં રહે છે?"
જવાબ: ઉત્તર ગુજરાતમા, આમ તમે જુઓ મોના થીબાના લગ્ન થતા હોય અને કમલેશ બારોટનું મો અમીબા જેવું થઇ ગયું હોય. વિરહમાં છાતીમાં ધુમ્બા મારતા હોય. આવો વીડિયો ત્યાં જ બને.
"ઓકે બીજો પ્રશ્ન, વિશ્ર્વના નિષ્ફળ પ્રેમીઓ ક્યાં રહે છે?"
જવાબ:કાઠિયાવાડમા, છોકરીઓ ને દુહો મારીને પ્રપોઝ કરે ,છોકરીને પણ અંદરથી થાય કે આને પાણો મારી દઉ. જો છોકરી દુહો યોગ્ય સમજી જાય (જો છોકરાના ભાગ્ય સારા હોય તો !) તો છોકરો તેને બાબુભાઈને ત્યાં ગરમ ગાંઠીયાની ડેટ પર લઈ જાય. કાઠિયા એન્ડ ગાંઠિયા બોથ આર સેમ.
             થોડીવાર બાદ અમેરિકાના કટ્ટર હરીફ રશિયાનો ફોન આવ્યો." મયલા ભાઇ તમે અમેરિકાને વેલેન્ટાઈન સંશોધનમા મદદ કરી. હવે, અમને કહો. આધુનિક પ્રેમના લક્ષણો ક્યા ક્યા?" 
જવાબ:1)તલાટી મંત્રી બનવાનું મન થાય.
2)એકતા કપૂરની સિરિયલ જોવાનું મન થાય.
3)ઉપરનું કંઈ ન થાય તો બાબા રામદેવના આશ્રમે જવાનું મન થાય.
#        #   ઇન્ટરવલ  #    #
આજ ઘણા એવા પ્રેમીઓ જોશુ કે જેને જોઇને એમ થાય કે છોકરો ક્યા સોમવારના વ્રત રહ્યો હશે. તે આવી સુંદર પ્રેમિકા મળી.
#  #    #      $        #     #     #
તમે એવુ માનતા હો કે પ્રેમ માત્ર દર્દ આપે છે તો ખોટું છે. હું બહાઉદિન કોલેજમા હતો ત્યારે અમારા મનોજ ભાઇ પ્રેમમા પડેલા. પ્રેમમા તો પાસ ના થયા, પણ તેની યાદમા અભિજ્ઞાન શકુંતલ વાંચ્યા કરતા જેથી બી.એ માં ટોપ કરી ગયા. અત્યારે પ્રોફેસર છે અને હું પેલી છોકરીને ગોતુ છું,જેથી પ્રોફેસર બની શકુ. એ છોકરી તો નોકરી અપાવવાનું મને મશીન લાગે છે.
        અમારા જૂનાગઢમાં કોઇ પ્રેમમા પડે અને જો દિલ તૂટી જાય તો સમજવાનું,આવતા વર્ષે શિવરાત્રિના મેળામા એક નંગ વધુ ઉમેરાયુ. કારણકે અમારે નજીક છે અને અમે ઘણાને સાચવ્યા છે.  એમાં એક બે ઘાયલ વધુ આવી જાય તો વાંધો નથી. વાંધો મને ત્યાં પડે જો તે કવિ બને. મારી સોસાયટીમાં જ ચાર કવિ છે. આમ દરેક સોસાયટીમાં ચાર પાંચ છે. હું પાણો મારું તો પણ કવિને જ લાગે છે. ગયા વર્ષની વેલેન્ટાઈને કવિ મુશાયરો રાખેલો. જ્યાં ઢીશુમ.... ઢીશુમ..... થઇ  ગયેલી. સાંભળવાવાળા બધા કવિ હતા. હું ઓડિયન્સ શોધવામા થાપ ખાઇ ગયેલો. અને આ મયલો, એમ કહી મને પણ બે કવિઓ એ માર્યો. એટલે મુશાયરો આ વર્ષે કેન્સલ છે.
    
    $વેલેન્ટાઈન ટહુકો$

મારી ગર્લફ્રેંડે આ વર્ષે વેલેન્ટાઈન ગીફ્ટમાં બે નવલકથા માંગી છે. મે તૈયાર રાખી છે. જે આ પ્રમાણે છે.
"સોરઠ તારા વહેતા પાણી અને ઝેર તો પીધા છે જાણી જાણી."(મારા તમામ પ્રિયજનોને વેલેન્ટાઈનની શુભકામનાઓ)

Thanks -
          💖ALPESH PARMAR 💘