25 March 2016

નવું લેપટોપ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો આ વાત !

નવું લેપટોપ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો આ વાત !

લેપટોપ ખરીદતા પહેલા આપણામાંથી ઘણા લોકો માત્ર ભાવ જોતા હોય છે એટલે કે વધારે કિંમત તો સારું લેપટોપ આ થિયરી દરેજ જગ્યાએ યોગ્ય બેસતી નથી. નવું લેપટોપ લેતા પહેલા આપણે ઘણી વાતો પર ધ્યાન રાખવું જોઈએ. જેવી કે, આપણી જરૂરિયાત શું છે? જો તમે લેપટોપ માત્ર ટ્રાવેલિંગ હેતુથી ખરીદી રહ્યા છો તો વેઈટ એટલે કે ભાર ઓછો હોવો જોઈએ. આ પ્રકારે તમે લેપટોપ ગેમમ રમવા માટે લઈ રહ્યા છો તો તેમાં રેમ અને પાવરફૂલ પ્રોસેસર હોવું જોઈએ.

જો તમને ટચ સ્ક્રીન ગેજેટ પસંદ છે તો આ સમયે ૩૦,૦૦૦ રૂપિયાની શરૂઆતી કિંમતમાં ટચ સ્ક્રીન લેપટોપ ખરીદી શકાયછે. જેમાં ઇન્ટરનેટ બ્રાઉઝીંગ, ટચ કીબોર્ડ અને બીજા અન્ય ટચ સ્ક્રીન ફિચરનો ઉપયોગ કરી શકો છો.

લેપટોપ ખરીદતા પહેલા આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે, તેમાં કેટલા અને ક્યાં-ક્યાં પોર્ટ આપવામાં આવ્યા છે, જેવા કે, HDMI, યુએસબી, એચડી કાર્ડ સ્લોટ. તે આ વાત પર પણ નિર્ભર કરે છે કે, તમે લેપટોપ ક્યાં હેતુથી ખરીદી રહ્યા છો.

જો તમે હંમેશા ટ્રાવેલ કરતા હોઉ છો તો પ્રયત્ન એવો કરવો જોઈએ કે, ઓછામાં ઓછા વેઇટ અને નાની સાઈઝનું લેપટોપ ખરીદો. જેવો કે, ૧૨ થી લઈને ૧૩ ઇંચ સ્ક્રીનવાળો લેપટોપ આ દ્રષ્ટીએ સારો ઓપ્શન છે.

કેટલાક લોકો થોડા પૈસા લીધા વગર ઓએસવાળો લેપટોપ ખરીદતા હોય છે, જેને ડોસ બેઝ લેપટોપ પણ કહે છે પરંતુ જ્યારે નવું લેપટોપ ખરીદો તો તેમાં ઓએસ જરૂર ઇન્સ્ટોલ હોય.

જો તમે ઓફિસ અથવા ઘર માટે લેપટોપ લઈ રહ્યા છો તો મોટી સ્ક્રીનનું લેપટોપ પસંદ કરો. જો તમે પ્રેઝન્ટેશન અથવા ટ્રાવેલિંગની દ્રષ્ટીએ લેપટોપ લેવા માંગો છો તો આકારમાં નાનું લેપટોપ ખરીદો.

એક સારા લેપટોપમાં ઇન્ટેલ અને એએમડીનું મલ્ટીકોર સીપીયુ હોવું જોઈએ જેથી તે સારી સ્પીડ આપી શકે, તેના સિવાય તેમાં ૩ થી ૪ યુએસબી સ્લોટ હોવો જોઈએ.

લેપટોપ લીધા પહેલા ઓફરના ચક્કરમાં પડશો નહિ. કારણકે મોટાભાગના દુકાનદાર લેપટોપનું વેચાણ વધારવા માટે લેપટોપ ઓફર નીકાળે છે.