15 May 2016

ભગવાન આપણને કોઇ ને કોઇ વ્યક્તિ ના રુપ મા મદદ કરવા આવે છે

એક પ્રેરણા દાયી  વાત

એક ગામ માં પૂર આવ્યુ  ગામ લોકો પૂર થી બચવા  સલામત સ્થળે ખસી જવા માંડયા. પણ મંદિર ના પૂજારી મંદિર છોડી ને જવા નહોતા માંગતા. ...

કારણ પૂછતા  જાણવા મળ્યુ  કે   ભગવાન પોતે  બચાવવા આવે તોજ જશે. ...તો પણ  ગામ  લોકો દ્વારા  પૂજારી  ને  બચાવવા  ત્રણ વખત  પ્રયત્ન કર્યા  તો પણ પુજારી  ન આવ્યા. ...અને  અંતે  ડુબી જવાથી મૃત્યુ પામ્યા. ...પછી દેવલોક  મા ભગવાન  મળ્યા  તેમને કહ્યુ કે મે તમારી આખી જિંદગી  સેવા કરી  તો પણ તમે મને  બચાવવા માટે  ન આવ્યા. .....
ત્યારે  ભગવાને  કહ્યુ કે  ગાંડા  ત્રણ વખત  તો હુ  આવ્યો હતો 
ગામના  લોકો  બની  ને  પણ  તુ  મને  ન  ઓળખી શકે  તો હુ શુ કરુ. ...

સાર : ભગવાન  આપણને  કોઇ ને કોઇ  વ્યક્તિ  ના  રુપ  મા મદદ  કરવા  આવે છે  પણ
આપણે તેને  આપણા અહમ્ ના  કારણે ઓળખી  શકતા નથી  પછી  ભગવાન  નો  વાંક 
કાઢીને  તેને  બદનામ  કરીએ છીએ. .......અસ્તુ. ..