મારી દ્રષ્ટી એ ગઝલ !
ભરેલા જામ ને હું ગઝલ કહું છું, નશીલી આંખ ને હું ગઝલ કહું છું.
ઊંડા ઘા તો બહુ મળે છે જીવન માં ! આપની હમદર્દી ને હું ગઝલ કહું છું.
તારું મારું કરવામાં જ રહી ગઈ દુનિયા ! પ્રેમ ને પામી જનારા ને હું ગઝલ કહું છું.
નસીબ મારું અડે જો એમના નસીબ ને ! એવા મિલન ને હું ગઝલ કહું છું.
ભગવાન ને કોને જોયો છે આ જગત માં ? શ્રદ્ધા ના વિષય ને હું ગઝલ કહું છું.
ગઝલ લખનારા તો લખતા જ રેહશે! વાચક ની દાદ ને હું ગઝલ કહું છું.