3 May 2016

કિતના બદલ ગયા ઇંસાન

" કિતના બદલ ગયા ઇંસાન"
___ દુધીયા બાજરા ની સુગંધે ,
ઓલી ઝોલી પીપળ પાન ,ફઇ એ પાડ્યાં " ભરત "નામ.
નામકરણ ના બીજા જ દિ 'થી ,આસોપાલવ ના તોરણ સુકાયા ન હોય , ત્યાઁ ,નવજાત શિશુ " બકુ "બની જાય .
નવી નવેલી દુલ્હન , હાથ ની મહેંદી સુકાઈ પણ ન હોય ત્યાઁ , સાસુ નો " હાથ વાટકો " બની સાવરણી સાથે બહેનપણા કરી લે .
"અમે વહુ નહી દીકરી લીધી છે " ની લગ્ન મન્ડપે લાગણી ભરી જાહેરાત કરતી "વર -માં "પંદર દિ 'માં ,અડોશ પાડોશ ના ,બપોરે ભરાતા ડાયરા મા "વહુ "ની કાચી રોટલી ને ખારૂ શાક ની રાવ ખાતી ચર્ચા આદરે .
આગ્નાઁકિત કુંવારો દીકરો ,લગ્ન પહેલા બાપ ના હાથ મા પૂરો પગાર સોંપી દેતો સુપુત્ર ,,,,લગ્ન બાદ બીજા જ મહિને -બે માણસ ની ખાધા ખોરાકી ની બાંધી રકમ મૂકી ,ચૂપચાપ ચાલતો બને .
શહેર નો "સુધારા વાદી "અને "પરિવર્તન શીલતા "નો આગ્રહી અવસાન પામે ,સ્મશાન માં ,એકત્રિત મેદની સમક્ષ "સદગત ની અંતિમ ઇચ્છા " લાકડે બાળજો " ની હતી તેવી જાહેરાત થાય .
પલાશ ના છોડ ની ખાસિયત છે ., ગમે તેટલો ધોધમાર વરસાદ પડે ,છોડ ને બે જ પાંદડા ફુટે .ત્રીજું ન જ ફુટે .
ગમે તે વતાવરણ એ ,પર્યિયાવરણે જો પલાશ પોતાનુ તત્વ ,સત્વ ,પ્રક્રુતિટકાવી રાખે ----તો માનવ -માનવ સ્વભાવ -માનવ મન -માનવ પ્રક્રુતિ કેમ નહી ?