22 May 2016

ચામડી લીસી અને ચમકતી

ગ્લીસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખેભાગે લઈ શીશીમાં ભરી તેનું માલીશ કરવાથી ચામડી સાફ બને છે અને ચીરા પડ્યા હોય તે મટે છે.
મુળાના રસમાં થોડું દહિં મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચહેરો ચમકીલો બને છે.
એક ડોલ ગરમ અથવા ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તે પાણીના સ્નાન કરવાથી ચામડી સુવાળી થાય છે.
કારેલાના પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જુના કોઈપણ રોગ મટે છે.
તલના તેલને સહજ ગરમ કરી રોજ માલીશ કરવાથી ફીકી ચામડી ચમકતી થાય છે.
કાકરીને ખમણી તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી તેમજ સુવાળી બને છે.
હાથ કે પગની ચામડી ફાટે ત્યારે વડનું દૂધ લગાડવાથી જલ્દી મટે છે.
સંતરાની છાલને સુકવી તેનો પાવડર કરી ગુલાબજળમાં મેળવી તેના મોં ઉપર લગાડી અડધો કલાક રહેવા દઈ પછી ચામડી ધોવાથી તે મુલાયમ બનશે અને ડાઘ દૂર થઈ જશે.
હાથ કે પગમાં ચીરા પડ્યા હોય, અળાઈ થઈ હોય તો એક ભાગ લીંબુનો રસ તેનાથી ત્રણ ગણું તલનું તેલ અથવા કોપરેલ મેળવી લગાડવાથી રાહત થાય છે.
ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર ઉપર અને મોં ઉપર માલીશ કરવાથી ચામડી તેજસ્વી બને છે અને ગૌર વર્ણની બને છે.
દાઝી ગયેલી ચામડી ઉપર સફેદ ડાઘ રહી જાય છે તેના ઉપર રૂને મધમાં ભીંજાવી પાટો બાંધવાથી ડાઘ નીકળી જાય છે.
દૂધ અને દીવેલને સરખેભાગે લઈ નિયમિત શરીરે માલીશ કરવાથી શરીર પરથી કરચલી દૂર થાય છે.
લીમડાના ૧૦૦ પાન લઈ તેનું ચૂર્ણ રોજ છ મહિના સુધી લેવાથી સફેદ કોઢ મટી જાય છે.
ચોખાના ધોવણમાં થોડીક હળદર મેળવીને ચહેરા પર અને શરીર પર માલીશ કરવાથી ચહેરાની સુંદરતા વધે છે.
દૂધની મલાઈનો લેપ સ્નાન કરતા પહેલા લગાડી દેવો અને સુકાઈ ગયાબાદ મોં પર હાથથી માલીશ કરવી જેથી ચામડી લીસી અને ચમકતી થશે.
રસ કાઢી લીધેલા લીંબુના ફાળીયા ચહેરા પર ઘસવાથી ચામડી ઉપરની લાલી એકદમ આવે છે થોડી વાર મોં ઉપર છાલ ઘસી પછી ઠંડે પાણીએ મોં ધોઈ નાખવું તેથી પસીનાના મેલથી બંધ થઈ ગયેલા ચામડીના છીદ્રો ખુલી જાય છ