8 June 2016

જીવનની મૂલ્યવાન પળોનું આ જ વળતર ?

આ જ વળતર...?
→ચાર ગાડી,
→બે બંગલા,
→એક હેડ ઑફિસ,
→પાંચ બ્રાન્ચ,
→મૂડી ૫૦ કરોડની,
→વાર્ષિક ટર્ન ઓવર ૧૦૦ કરોડનું,
→સમાજમાં મોટું નામ,
→ત્રણ સંસ્થાનાં પ્રમખ,
→તેર સંસ્થામાં ટ્રસ્ટી..........

અચાનક આંખો બંધ થઇ ગઇ,બીજા દિવસે પેપરમાં આઠ બાય ચારની કૉલમમાં શ્રધ્ધાંજલિ
:- "એમની વિદાયથી અમને ખુબ દુઃખ થયું છે."..

ત્રીજે દિવસે એ પેપર પસ્તીમાં !!!.
જીવનની મૂલ્યવાન પળોનું આ જ વળતર ?

ખુશીની પળો તો ઘણી છે, જરા શોધી તો જુઓ,
ક્યારેક બાળક સરખા આનંદી બની તો જુઓ

નાનું શું, મોટું શું, સોંઘું શું ને મોંઘુ શું,
દુનિયાદારીની સમજ ક્યારેક ભૂલીને તો જુઓ

રોકી રાખી મનને ફિક્કું તો ઘણું હસ્યા,
ક્યારેક દિલ ખોલીને હસી તો જુઓ

અપાર સુખની લાલસામાં દોડ્યા ઘણું,
સુંદર છે દુનિયા, થોડું અમસ્તા થોભીને તો જુઓ

અહી પાનખરમાંય વસંત ખીલી ઉઠે છે,
બસ એક મીઠી મુસ્કાન ભેટમાં આપી તો જુઓ

માન્યું સરળ નથી આ જગતમાં સરળ બનવું,
છતાં કોઈક વાર સરળ બનીને તો જુઓ

માણો તો જિંદગીની દરેક પળ ખુશનુમા છે,
એક પળ બેફીકર બની તો જુઓ !!!