24 September 2016

"સ્ત્રીની બુદ્ધિ પગ ની પાનીએ છે.....?!?"

"સ્ત્રીની બુદ્ધિ પગ ની પાનીએ છે.....?!?"

કોઈએ સવાલ ઉઠાવ્યો કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો?
કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશ થી આ કહું હોય પણ ભૂલથી પણ સત્ય કહ્યું છે.

હરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગ ની પાનીએ છે તે વાપરી પોતાનું ભાગ્ય લઇ એજ પગ થી
પુરુષ ના ઘરમાં પ્રવેશ કરે છે .એટલે સ્ત્રી ના ચરણ માં પુરુષ નું ભાગ્ય છે એ પુરવાર થાય છે.આ થયું સ્ત્રી નું પત્ની રૂપ.

પગ છે તે કોઈ પણ વ્યક્તિ ને પોતાની મંઝીલ સુધી પહોંચાડવા માટે ઝરૂરી છે. આનો મતલબ એજ થયો કે પુરુષ ની અક્કલ નહિ પણ સ્ત્રી નું માર્ગદર્શન પુરુષ ને મંઝીલ સુધી પહોચાડવા આવશ્યક છે.

દોડી દોડી ને ઘરના એકેક ખૂણે પોતાના કામ ની છાપ છોડનારી સ્ત્રી જ છે .
કારણકે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાની એ છે એટલે આ થયું સ્ત્રી નું કાર્યેષુ મંત્રી રૂપ.

જયારે પિતા એને છાતી સરસોજ ચાંપે છે જયારે માતા એનું છાતી થી પોષણ કરે છે.
બુદ્ધિ પગ ની પાનીએ છે એટલે જ હરેક વ્યક્તિ નું શીશ માતા ના ચરણમાં ઝુકે છે
આ થયું સ્ત્રી નું માતૃ રૂપ.

માનું છું કે આટલા કારણ બસ છે પુરવાર કરવા કે સ્ત્રી ની બુદ્ધી ખરેખર ઈશ્વરે પગ ની પાની એ રાખી છે.