5 September 2016

મારા જીવનના બધા જ ગુરુને આકાશભરીને શુભકામનાઓ.

આવો
Teacher સાથેની ક્ષણોમા
long drive કરાવું.....
યાદ છે... એક કોરુ પેપર teacher માગે
અને
પૂરા ક્લાસમાં 50 પાનાં ફાટવાનો અવાજ......
પેન માગતા જ સૌથી પહેલા પેન આપવાની કરેલી હરિફાઈ....
આ તો ચોક્કસ યાદ હશે કે ' કોપી ડિસ્ટ્રીબ્યુશન ' નું કામ મળે એટલે આપણો બદલાયેલો રોફ.....
એ teacher ને કેમ ભૂલાય જે ચોકનો ઉપયોગ લખવાથી વધારે વાતો કરતાં છોકરાઓ ઉપર નિશાનીબાજી કરવામાં કરતાં.....
અને
જો જાહેરમાં reacher દેખાઇ જાય તો કેવા છૂપાઇ જતાં હતાં નહીં????
કોણ ભૂલી શકે એ teacher ને જે ' વાયવા ' ટેસ્ટમાં બહારથી આવેલા એક્સટર્નલને જાણે બારાતીના સ્વાગતની જેમ સારા માર્કસ આપવા મનાવતાં હતાં....
વર્ષો પછી પણ એમના માટે સ્નેહ અને સમ્માન ઓછું નથી નથી અને નથી જ થયું... વધારે યાદ આવો છો તમે.....
મા- બાપ પછી તમે જ તો છો જે નિસ્વાર્થ , નિર્વિવાદ પોતાને છોડીને અમને આગળ જોવા માગો છો.....આજે પણ એ સ્કુલ "- કોલેજ પાસેથી પસાર થઈએ ત્યારે લાગે કે આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે...જીવનની ઈમારતનો પાયો છે...
મારા જીવનના બધા જ ગુરુને આકાશભરીને શુભકામનાઓ... ચરણસ્પર્શ... સમુદ્રભરીને આભાર....