5 September 2016

હજારો શિક્ષકો ઓછા વેતનમાં કામે વળગી જાય છે.

આજે આ તમે વાંચી શકો તો તમારા શિક્ષકનો આભાર માનો.......

આપણા દરેકના જીવનમાં અમૂલ્ય ફાળો આપનાર શિક્ષકને આપણે બહુ પ્રેમ અને આદરથી આજના દિવસ સિવાય પણ યાદ કરીએ છીએ....ને એ દિવસોમાં પાછા જવાની ઇચ્છા કરીએ છીએ....<3

ગુરુકૂળ અને ગુરુને માન આપવાની પ્રથા ધરાવતા આપણા દેશમાં આજે શિક્ષક એક નોકરથી બદતર અવસ્થામાં પહોંચી ગયો છે....ત્યારે જૂના અને આજના શિક્ષકોમાં આસમાન જમીનનો ફેર છે એવું લગભગ આપણે બધા જ અનુભવી રહ્યા છીએ..ત્યારે એક નજર આજની શિક્ષણ પ્રથા પર કરી લઇએ....તમને કશુંક સુઝે તો ઉમેરવાની છૂટ છે....:)

જે શિક્ષક બાળકને કેટલાય બંધનોમાંથી ઉગારી પ્રકાશ આપે છે એ જ શિક્ષકને સરકારે "વિદ્યા સહાયક"..."શિક્ષણ સેવક" જેવા નામોથી નવાજી સાવ સાધારણ વેતનના' બંધન'માં બાંધી દીધો છે...:(....ચૂંટણી કે વસ્તી ગણતરી ....મધ્યાહન ભોજનનાં કામો વગેરે સરકારી અને બીનજરુરી કામોમાં જોતરી શિક્ષણ અને બાળકોના ભવિષ્ય સાથે અક્ષમ્ય ચેડાં કર્યા છે ......!!!!!

અપૂરતા પગારના કારણે પ્રાઇવેટ ટ્યુશનોમાં જોતરાયેલા શિક્ષકોને સમાજ...માબાપ અને વિદ્યાર્થીઓનાં રોષનો ભોગ બનાવ્યા છે ...:/....અને એટલે અતિ સન્માનજનક ગણાતો આ વ્યવસાય અત્યારે હાંસી અને અવહેલનાનો શિકાર બની ગયો છે ...આજનો દરેક વિદ્યાર્થી તોતિંગ ફીસ ભરવાને કારણે પોતાની ફીસની વસૂલાત કરવા ફક્ત એક ગ્રાહક બનીને શિક્ષકોને એક ઉપહાસની દૃષ્ટિએ જોતો થઇ ગયો છે....:'(

આપણા કેટલાક વિષય તરફના ગમા-અણગમા પાછળ મુખ્યત્વે આપણા શિક્ષકોનો હાથ હોય છે એ તો મોટાભાગના કબૂલ કરશે....એનું કારણ કદાચ બીજું પણ હોય ...મારા અનુભવ પ્રમાણે દર વર્ષે ૧૦૦માંથી ૨૦ વિદ્યાર્થીઓ કુટુંબની બળજબરી કે ઇચ્છાને કારણે અનિચ્છાએ આ વ્યવસાયમાં આવી ગયેલા હોય છે..કેટલાક ફક્ત વેકેશન , અનેક રજાઓ અને આરામની નોકરીની લાલચમાં પણ કેટલાક આવી પડતા હોય છે..:/.. કોઇ રસ, રુચી, અભિગમ  કે મન વગર જ્યારે કોઇ ભણાવે ત્યારે બાળક સાથે અન્યાય થાય એ સાવ સ્વાભાવિક છે... !!!!

સાવ ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા માટે બિલાડીના ટોપ જેમ ઉગી નીકળેલી અનેક ખાનગી અધ્યાપન કોલેજોનો પણ અહિં સખેદ આભાર માની લઇએ....:/..કોઇ પણ જાતના પ્રેક્ટિકલ નોલેજ વગર ...કોર્સ દરમ્યાન શાળામાં ગંભીરતાથી પાઠ આપ્યા વગર  શિક્ષણને લગતા મૂળભુત વિષયો..... શિક્ષણને અસર કરતા   અલગ અલગ વાતાવરણ  ...સામાજિક...માનસિક....શારિરીક....ચિંતનાત્મક  બાબતો સારી રીતે સમજ્યા વગર...હાથમાં આવી ગયેલા ...ડિગ્રીના ફરફરિયા ફરકાવી.....સામેથી પૈસા આપીને લેવી પડતી નોકરીમાં કેટલું ગાંભીર્ય હોય એ સાવ સમજી શકાય એવી વાત છે ....!!!

આવી હજારો  સંસ્થાઓમાંથી બહાર પડતા હજારો શિક્ષકો મારા-તમારા ઘરે ઝાડુ પોતા મારનાર કરતા પણ ઓછા વેતનમાં કામે વળગી જાય છે......આખો મહિનો ..રોજ પાંચ કલાક કામ કરવાનાં...ફ્કત ૧૨૦૦ રુ......માનવામાં નથી આવતું ને.....???? ને પછી બે પૈસાની લાલચમાં પેપર લીક કરવા જેવા અનેક દુષણોમાં અટવાઇ જતા  આ શિક્ષક આગળથી તમે વફાદારી...લાગણી.....તનતોડ મહેનતની અપેક્ષા રાખો છો.....કંઇક વધારે નથી લાગતું....????

બાકી .....જે દેશમાં સાધુ તરીકે ઓળખાતા બાવાઓ છોકરીઓ પર નજર બગાડ્તા હોય ત્યાં શિક્ષકો આવું કરે તો કોની પાસે ફરિયાદ લઇને જવું.....?

આ બધુ લખી શિક્ષકોનો પક્ષ લેવાનો વિચાર નથી પણ હકીકત બધા સમજે એવી ઇચ્છા ખરી.... :)

કોલેજમાં મારા વિદ્યાર્થીઓને હું કહેતી કે કામચોર શિક્ષકો પાસે તમારા પોતાના બાળકોને ભણાવવા તૈયાર હો તો કામચોર શિક્ષકો બનજો... દુનિયા ગોળ છે.....!!!

બરાબરને....?

-- નીવારાજ