9 December 2016

જામનગરનો પ્રખ્યાત ઘુટો (Jamnagari Ghuto)

🍲🍲🍲🍲🍲🍲🍲🍲
જામનગરનો પ્રખ્યાત ઘુટો (Jamnagari Ghuto)

જામનગરનો પ્રખ્યાત ઘુટો (Ghuto)

સામગ્રી:

૧/૪ કપ ફોતરાવાળી મગની દાળ
૧/૪ કપ ચણાની દાળ
૧ વાટકી લીલા વટાણા
૧ વાટકી લીલા ચણા
૧ વાટકી લીલી તુવેર
૧ વાટકી લીલી ચોળી
૧ વાટકી ગુવાર
૧ વાટકી વાલોળ- પાપડી
૧ વાટકી દુધી
૧ વાટકી રીંગણા
૧ વાટકી ગાજર
૧ વાટકી કોબી
૧ વાટકી ટમેટા
૧ વાટકી સુધારેલી પાલક
૧ વાટકી મેથી
૧ વાટકી કાકડી
૧/૨ વાટકી ફ્લાવર
૧/૨ વાટકી બટેકા
૧/૨ વાટકી ડુંગળી
૧/૨ વાટકી લીલું લસણ
૧/૪ કપ લીલી હળદર
૧.૫ ઇંચ જેટલું આદુ
૧/૩ કપ લીલા તીખા મરચા
મીઠું
૩ મોટા ગ્લાસ પાણી
વધાર:
૧ ચમચો તેલ
૧/૩ વાટકી ઝીણી સમારેલ ડુંગળી
૧/૩ વાટકી ઝીણું સમારેલ ટમેટું
૧ ચમચી જીરું

રીત:

સૌ પ્રથમ મગ અને ચણાની દાળને ૪-૫ કલાક માટે પલાળી દેવાની. પછી બધું શાક ધોઈ, સુધારી લેવું. કુકરમાં બધું શાક અને બને પલાળેલી દાળ, મીઠું નાખી ૩-૪ સીટી કરી લેવી.

પછી કુકરમાં બ્લેન્ડરથી અધ્ધકચરું પીસી લેવું. પછી એક વાસણમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે જીરું, ડુંગળી, ટમેટાનો વધાર કરવો. બરાબર ચડી જાય એટલે બાફેલ ઘુટો મિક્ષ કરી દેવો, લીંબુનો રસ ઉમેરી ગેસ બંધ કરી દેવો.

ઉપરથી કોથમીર વડે ગાર્નીશ કરવું. તો તૈયાર છે ગરમ ગરમ ઘુટો. ઘુટો રોટલા, માખણ, લીલી ડુંગળી, પાપડ, ગોળ જોડે સર્વ કરવાનો.

નોંધ:

* રોટલા વહેલા બનાવી લેવા. ઠંડા રોટલા જોડે વધારે મજા આવે.
* ઘુટાને ચોળીને અથવા રેગ્યુલર જેમ જમતા હોય તેમ જમી શકાય.
* ઘુટા જોડે બ્રેડ પણ સરસ લાગે.
* શાક જે વધઘટ કરવું હોય તે આપની રૂચી અનુસાર કરી શકો.
* વધારે તીખાશ માટે લીલા મરચાની પેસ્ટ ઉપરથી મિક્ષ કરી શકાય અથવા તળેલા મરચા જોડે જોડે ખાઈ શકાય
🍲🍲🍞🍲🍞🍲🍞🍲🍞