10 January 2017

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2017ની સૌથી મહત્ત્વપૂર્ણ અને નવીનતમ્ કહી શકાય તેવી પ્રસ્તુતી નોબેલ પ્રાઇઝ મેળવી ચૂકેલા નવ વૈજ્ઞાનિકો છે

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2017ની સૌથી મહત્ત્વપૂર્ણ અને નવીનતમ્ કહી શકાય તેવી પ્રસ્તુતી નોબેલ પ્રાઇઝ મેળવી ચૂકેલા નવ વૈજ્ઞાનિકો છે, જે આજથી સાયન્સ સિટી ખાતે શરૂ થતી નોબેલ પ્રાઇઝ સિરિઝ હેઠળ જીવનને વિજ્ઞાન કેવી રીતે અસર કરે છે તે વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદ્યાથીઓ સાથે સંવાદ કરશે.

આજથી અમદાવાદમાં...

એડા યોનાથ:2009
ક્ષેત્રઃરસાયણ વિજ્ઞાન(કેમિસ્ટ્રી)
વિશેષતાઃરિબોઝોમનું માળખું અને તેના કાર્યના અભ્યાસ માટે નોબેલ મળ્યો. ડૉ.યોનાથનું સંશોધન પ્રોટીનના બાયોસિન્થેસિસ(જૈવિક ઘટકોના સમન્વય)અને તેને લકવાગ્રસ્ત કરીદેતા એન્ટિબાયોટિક્સ પર કેન્દ્રિત છે.

ડૉ.વેંકટરામન રામક્રિષ્ણન:2009
ક્ષેત્રઃરસાયણ વિજ્ઞાન(કેમિસ્ટ્રી)
વિશેષતાઃરિબોઝોમનું માળખું અને તેના કાર્યના અભ્યાસ માટે નોબેલ મળ્યો.તામિલનાડુના ચિદમ્બરમમાં 1952માં જન્મેલા ડૉ.વેંકટરામને 2009માં નોબેલ પુરસ્કાર મેળવીને ભારત ઉપરાંત ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે.

ડૉ.ડેવિડ જે.ગ્રોસ:2004
ક્ષેત્રઃભૌતિક વિજ્ઞાન(ફિઝિક્સ)
વિશેષતાઃન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજા સાથે જોડી રાખતાં બળ વિશેની સ્ટ્રોંગ ઇન્ટરએક્શન થીયરીમાં એસિમ્પ્ટોટીક ફ્રિડમની નવી શોધ કરવા માટે નોબેલ અપાયો.

ડૉ.સર્જ હેરોશ:2012
ક્ષેત્રઃભૌતિક વિજ્ઞાન(ફિઝિક્સ)
વિશેષતાઃપ્રકાશ કણો(ફોટોન્સ)અને અણુઓ અલગ હોવા છતાં હમેંશા આસપાસના વાતાવરણ સાથે પ્રક્રિયા કરતાં રહે છે.આ સ્થિતિમાં આ ફોટોન્સ અને એટમ્સ(અણુઓ)ની એકબીજા સાથેની વર્તણૂંક તેમની મૂળ સ્વાભાવિક વર્તણૂંકથી અલગ હોય છે.ડૉ.હેરોશે આ કણોની એકલ વર્તણૂંકને માપવાની પ્રાયોગિક પદ્ધતિનું સંશોધન કર્યું. ડૉ.હેરોશનો જન્મ 1944માં કાસાબ્લેન્કામાં થયો હતો.પેરિસ VI યુનિવર્સિટીમાંથી 1971માં પીએચ.ડી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ બાદ તેમણે પેરિસ VI યુનિવર્સિટીમાં ક્વૉન્ટમ ફિઝિક્સના પ્રોફેસર તરીકે શિક્ષણ અને સંશોધન કાર્ય કર્યું.હાલમાં તેઓ કોલેજ દ ફાન્સના પ્રોફેસર ઇમેરિટસ તરીકે કાર્યરત્ છે.

ડૉ.વિલિયમ ઈ.મોર્નર:2014
ક્ષેત્રઃરસાયણ વિજ્ઞાન(કેમિસ્ટ્રી)
વિશેષતાઃફ્લ્યુઓરેસીન માઇક્રોસ્કોપીના વિકાસ માટે નોબેલ પ્રાઇઝ અાપવામાં અાવ્યો.સુપર રિઝોલ્યુશન ઇમેજિંગની મદદથી કોષોમાં પરમાણુઓને શોધી તેને ત્રિપરિમાણિય(થ્રીડી)ઇમિજંગમાં કેવી રીતે રજૂ કરી શકાય તેનું સંશોધન કરે છે.

ડૉ.હેરોલ્ડ ઈ.વેર્મસ:1989
ક્ષેત્રઃમેડિસિન
વિશેષતાઃકોષોમાં કેન્સરની શરૂઆત કેવી રીતે થાય છે તેની શોધ કરી નોબેલ મેળવ્યો.તે હાલ મેયેર કેન્સર સેન્ટર ઑફ વીલ કોર્નેલ મેડિસિનમાં યુનિવર્સિટી પ્રોફેસર ઑફ મેડિસિન તરીકે કાર્યરત્ છે.

ડૉ.હાર્ટમુટ મિશેલ:1988
ક્ષેત્રઃરસાયણ વિજ્ઞાન(કેમિસ્ટ્રી)
વિશેષતાઃફોટોસિન્થેટીક રિએક્શન સેન્ટરના ત્રિપરિમાણિય માળખાનું નિર્ધારણ કરવા નોબેલ.

ડૉ.રેન્ડી શૅકમેન:2013
ક્ષેત્રઃ મેડિસિન
વિશેષતાઃકોષો દ્વારા ઉત્પાદિત થતાં ઇન્સ્યુલિન અને અન્ય અંતઃસ્ત્રાવોને કોષની બહાર કેવી રીતે સ્થાનાંતરીત કરવામાં આવે છે તે પરિવહન પ્રક્રિયાનું નિયંત્રણ કરવાની શોધ માટે નોબેલ.

ડૉ.રિચર્ડ રોબર્ટ્સ:1993
ક્ષેત્રઃમેડિસિન
વિશેષતાઃવિભાજિત જનીનોની શોધ માટે નોબેલ મળ્યો.આ જીનોમના સિક્વન્સિંગ માટે પ્રયોગશાળાએ કોમ્પ્યુટરના ઉપયોગની શરૂઆત કરી હતી.