15 January 2017

ગુણોત્સવ-૭ ની પુર્વ સન્ધ્યાએ......

ગુણોત્સવ-૭ ની થેલી પેકિઁગની ધ્યાનમાઁ રાખવાની બાબતો:

બાબત -1. ધોરણ 6,7,8 ની અલગ અલગ થેલીમાઁ ઓ.એમ.આર મુકવી.  બાબત - 2.ગેરહાજર બાળકોની ઓ.એમ.આર મુકવાની નથી.બાબત-3.  ધોરણ 6,7,8 માઁ એલ.સી લ ઇ ગયેલ બાળકોની ઓ.એમ.આર કોરી રાખવી.જેને ૧ અલગ થેલીમાઁ ભરવી અને રોજકામ પત્રક-૧ ભરીને સાથે મુકવુઁ.  4. એલ.સી લ ઇ ને આવેલ જે બાળકોનુઁ નામ યાદી માઁ નથી કે તેના નામની છાપેલી ઓ.એમ.આર આવેલ નથી તેવા  બાળકોનુઁ રોજકામ પત્રક-૨ ભરીને આ જ થેલી માઁ મુકશો.અને આ બાળકોની ઓ.એમ.આર હાજર બાળકોની જે તે ધોરણની ઓ.એમ.આર સાથે મુકવી. બાબત-4- રોજકામની કોથળી પર રોજકામ પત્રક ૩ લગાવશો.

ધોરણ ૨ થી ૮ વાઁચન,લેખન,ગણન માઁ જે બાળક ગેરહાજર હોય તેના નામ સામે ખાનુઁ કોરૂ રાખવાનુઁ છે .અર્થાત ગેરહાજર બાળક ના ખાના માઁ કાઁઇ લખવાનુઁ નથી.

ગુણોત્સવ-૭ ની પુર્વ સન્ધ્યાએ......... મિત્રો કેટ્લીક  ગુણોત્સવ દરમ્યાન ઉપયોગી માહિતી નીચે મુજબ છે. જે ધ્યાને રાખીશુઁ.      👉 ધોરણ ૨થી૫ માટે આપેલ ફ્રેમનો જ ઉપયોગ કરીશુઁ.👉 ધોરણ ૬થી૮ વાઁચન,લેખન, ગણન ના મૂલ્યાઁકન માટે આપેલ ધોરણ 5 ની ફ્રેમનો ઉપયોગ કરીશુઁ. 👉 લેખન મૂલ્યાઁકનનુઁ શ્રુતલેખન વર્ગશિક્ષકે કરાવવાનુઁ છે.આવનાર કોઇ બાહ્યમૂલ્યાઁકનકારપોતે  લેખન કરાવવાનો આગ્રહ રાખે તો ગુણોત્સવ માર્ગદર્શિકા પેજ નઁ-7 પરની સુચના બતાવવી. કારણકે વિધ્યાર્થીઓ શિક્ષકના લ્હેકાથી ટેવાયેલા છે.લ્હેકો બદલાય તો પણ વિધ્યાર્થીઓ બરાબર લખી શકતા નથી. 👉 ગણન માટે ફ્રેમ માઁથી 5 દાખલા કા.પા પર લખાવવા.મોઢેથી બોલીને નહી. 👉 આપેલ ટાઇમટેબલ મુજબ કામ કરવુઁ 👉 ધો.૬થી૮ માઁ વિધ્યાર્થીઓને નઁબરA,B,C,D પેપર Day 1,2,3 વગેરે લખવામાઁ શિક્ષકે મદદ કરવી. સુપરવિઝન દરમ્યાન શિક્ષકે વર્ગ છોડવાનો નથી.

👉 બિલકુલ ધીરજથી કામ કરવાનુઁ છે.જેથી ભુલ રહેવા ના પામે. ઓ.એમ.આર માઁ કોઇ જગ્યાએ વ્હાઇટનર નો ઉપયોગ કરવાનો નથી. 👉 ઓ.એમ.આર માઁ બબલ કરવા માટે જાડા પોઇંંટની ઘાટી બોલપેનનો ઉપયોગ કરવો. દા.ત. LIQUIFASTની ૧૦રૂ.વાળી પેન.જેનાથી સ્કેનર સારી રીતે ઘુઁટેલુઁ રીડ કરી શકે.   👉ધોરણ 6 થી 8 ના પ્રશ્નપત્રો 4 કેટેગરી ના આવવાના હોઇ કોઇ પણ એક જ ધોરણ ના વિધ્યાર્થીઓ કોપી ના કરે.કારણકે A,B,C,D ચારે પ્રકારના પ્રશ્નપત્રો ના પ્રશ્ન ક્રમાક આડા અવળા હશે. 👉 બેઠક વ્યવસ્થા એક બેંચ પર ૨ વિધ્યાર્થી બેસી શકે તેવી રાખવી.અને આજુ બાજુ કે આગળ-પાછળ એક ધોરણના વિધ્યાર્થીઓ નજીક ના બેસે તેવી Z આકાર ની બેઠક વ્યવસ્થા કરવી.