21 January 2017

*26 - જાન્યુઆરી, 2017 રાજવી કવિ કલાપીની જન્મજયંતીએ સંભારણું*

*26 - જાન્યુઆરી, 2017 રાજવી કવિ કલાપીની 143'મી જન્મજયંતીએ સંભારણું*

1- પંખી ઉપર ફેંકેલો પથ્થર જયારે હૃદયને વાગે ત્યારે બની શકાય કલાપી - ડો.હર્ષદેવ માધવ

2- પીર પીડાનો ગઝલનો મીર તું અલબત્ત કલાપી, ગુજરાતી શાયરીની મોંઘી અત્તી મિલકત કલાપી - શ્રી, હર્ષદ ચંદારાણા

3- કટોરાઓ કલા કેરા કલાકારે ભર્યા નાઝીર, કલાને પી જવા માટે કલાપીની જરૂરત છે - શ્રી, નાઝીર દેખૈયા

4-ગઝલની દિવેટે મળે છે કલાપી, સતત તેલ રૂપે બળે છે કલાપી, ભૂમિ તેજવંતી કલાપીનગરની અખંડ દિપ થઇ ઝળહળે છે કલાપી- શ્રી, હર્ષદ ચંદારાણા

5- સૌન્દર્ય આંખોમાં ભરું ત્યાં તો કલાપી સાંભરે, બે વાત ગઝલોની કરું ત્યાં તો કલાપી સાંભરે - શ્રી, હરજીવન દાફડા

6- અધુરી લાગશે ઓળખ તું કલ્પના તો કર ! ગઝલ વગરની કે લાઠી વગર કલાપીની - શ્રી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'

7- હતો એ રાજવી કેવો પ્રતાપી યાદ આવે છે, પ્રણયના ગીતનો ગાયક કલાપી યાદ આવે છે - શ્રી, કુતુબ આઝાદ

8- કેકારવ આપ્યો કવિ સ્નેહે લખિયા છંદ, પ્રેમીજનને વાંચતા અંતરમાં આનંદ - પિંગળશીભાઈ ગઢવી

9- નવા શાસ્ત્રો નવી વેદી, નવી ગીતા કલાપીની, અહા ગુજરાતમાં ટહુંકે અજબ કેકા કલાપીની - કવિ શ્રી, મસ્તાન

10- સ્નેહી, યોગી, કહો રાજા, મહાત્મા, ભક્ત કે કવિ !! પ્રકારો ભિન્ન છે તો એ પૂજા તો સુરસિંહની - કવિ શ્રી, સાગર

11- પૂરો દિલનો દીવાનો યા અજબ મન્સુરનો ચેલો, જીગર મગરૂર મસ્તાનો ખુદા સાથે કર્યા ખેલો - કવિ શ્રી, મસ્તાન

12- ભારતી ભોમના ગુર્જરી વ્યોમમાં, ચમકતો એક ઉગ્યો સિતારો, ધરા સૌરાષ્ટ્રની ચમકતી રહી અને ચમકતો કચ્છ કેરો કિનારો. શારદા માતને, સર્વ ગુજરાતને, ગર્વ ગૌરવ તણાં ગાન આપી, પ્રેમરસ પી ગયો, અશ્રુ આપી ગયો, કલાસ્વામી ગયો તું કલાપી - શ્રી, દુલેરાય કારાણી

13-માઘ, મહેતા,ને મીરાની મસ્તી કહી આપે, જીવનને ધન્ય રાખ્યું, મૃત્યુને મલકાવતું રાખ્યું તમે ! - કવિ શ્રી, ધૈર્યચન્દ્ર બુદ્ધ

14- તમે ગાયા ગીતો પ્રકૃતિ-ઋતુનાં પાનખરનાં, પ્રવાસોનાં, શ્રીનાં, હૃદય-ત્રિપુટીનાં, કબરનાં, અહા! અલ્પાયુષ્યે વિપુલ તવ સમૃદ્ધિ નીરખી, નામે છે સર્વના શિર તુજ પ્રતિ, ધન્ય ધન્ય નૃપતિ - ડો.બટુકરાય હ.પંડ્યા

15- અંતે પામ્યો પરમ પ્રીતની યાદી સન્મુખ સ્થાયી, જ્યાં જ્યાં તારી નજર પડી સર્વત્ર ત્યાં હે કલાપી - કવિ શ્રી, ઉશનસ

16- ઉભી છે ગ્રામ્યમાતા રસભર્યા કૈ પ્યાલાઓ લઈને, ખૂંટે જ્યાં રસ કરુણાનો, તરસમાં આપને જોયા ! - ડો.વી.પી. રાવલ 'અમૃત'

17- તું કલાપી છે કવિ, શાયર વળી દિલદાર છે, ગુર્જરીવાણી તણું તું મોતી પાણીદાર છે, તું વિયોગી, તું જ યોગી, તું જીગરનો યાર છે ! રાગ સાથે ત્યાગની ગઝલો તણો ગાનાર છે - શ્રી, બકુલ રાવલ 'આદમ'

18- એણે સમર્પી દીધું મન પ્રેમ સાધનાને, કેડી કવન, મનનની રચતો ગયો કલાપી - શ્રી, સાગર નવસારવી

19- હજ્જારો મોર જીણાં બોલતા'તા તારે ડુંગરીએ, રસીકજન વાંચવા બેઠા હતા જ્યારે કલાપીને ! - શ્રી, હરીશ મીનાશ્રુ

20- હે ગુર્જરી ગઝલ તું છે કેવી ભાગ્યશાળી ! તું હોય પારણામાં ને દોરી ધરે કલાપી - શ્રી, પ્રણવ પંડ્યા

21- અક્ષરનું સિંહાસન રચીને એણે રાજ્ય સ્થાપ્યું છે 'ગુર્જરી' ગિરામાં - ડો, હર્ષદેવ માધવ

22- હવે ગોપીઓં શોભના થઇ જવાની ! ચલાવી કલાપીએ માયા ગઝલની ! - શ્રી ભરત વિંઝુડા..

23- આરાધના કવનની કરતો ગયો કલાપી ; ચાદર ગઝલ ગગનની વણતો ગયો કલાપી ! - શ્રી સાગર નવસારવી.

24- રાગ ને વિરાગ પણ ઝીણી નજર થી નીરખ્યા ! દીવ્યજ્યોતી નૂર જેવા એ કલાપી ને સલામ - શ્રી, શિવજી રૂખડા.

25- ગેબી કચેરીના દરિયાવ બાદશાહ ! ક્યારેક અમારા ખલકના મયખાનાને જોતો રહેજે !!
તે ઉગાડેલા ફૂલછોડને હજુયે ફૂલ-પતિઓ ઉગ્યા કરે છે ! હજીયે વેદનાની વસંતો ટૂંટવાના અવાજો સંભળાયા કરે છે - શ્રી યશવંત ત્રિવેદી

26- 'બાપુ' મીઠો બોલ,કોને કહી બોલાવીએ ? હોંકારો અણમોલ, દેશે કોણ ? ઓ - સુરસિંહ ! - કવિ શ્રી સંચિત ...

27- પૂરો દિલનો દીવાનો યા અજબ મનસુરનો ચેલો ! જીગર ''મગરૂર મસ્તાનો '' ખુદા સાથે કર્યા ખેલો ! - કવિશ્રી મસ્તાન..

28- પ્રથમ હું નું તું માં રૂપાંતર થવા દે !! પછી પ્રેમ થઈને છલકશે કલાપી !! - મેહુલ ભટ્ટ

29- મૃદુ કેકા તુજ કંપે રે રતિ વિધ શી ! ઘેલા કરતી અભિનવ રસભર હૈયા જો ! ગુર્જર કુંજે કરુણ કલાધર મોરલા !
તારું હતું જીવિત માત્ર જ એક કાવ્ય જો ! - શ્રી બ.ક. ઠાકોર

30- દૈવે શાખી તે આલાપી, દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી - શ્રી ઉમાશંકર જોશી.

31- તમે તો રાજરાણી છો ગઝલના રાજ કરનારા ! બન્યા જોગી અમે ગરવા, સનમને પામવા માટે...॥ - સ્મીરૂ મહેતા...

32- નિમંત્રણ છે નવા લોહીને ,આ શુભ અવસરે પીંછા ! અભિનવ આંબલે આવી, આવીને ધરે પીંછા !
'કલાપી' જેમ ઘા ખમવા રહ્યા લાખેણી લાઠીના ! ઉડી ગયો છે, ગગનમાં મોરલો, આ ફરફરે પીંછા ! - શ્રી ગની દહીંવાલા

33- તત: સવિતા નું ભર્ગ વરેણ્યમ ધીમહી; ગાયત્રી નો જુનો ભેદક મંત્ર જો ; આજે અન્ય પ્રકારે આ માથું નમે ; નમતો સાથે આત્મા નો એ તંત્ર જો ;
સુરતાની વાડીના મોંઘા મોરલા !- કવિશ્રી કાન્ત.

*મિત્રો આપને શેર-શાયરી પસંદ આવ્યા હોય તો મિત્રો સાથે શેઅર કરશો*