31 January 2017

માઁ –બાપ સંતાનો માટે એ.ટી.એમ. કાર્ડ બની શકે છે તો સંતાનોએ પણ માઁ-બાપ માટે આધાર કાર્ડ બનવું જોઇયે ને ????

એક સદગ્રહસ્થ જયારે ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા પરંતુ તેમને એમ કહીને બધાને ઇંન્કાર કરી દીધો કે મારે એક દિકરો છે અને તે દિકરો મારી પત્નિની મને ભેટ છે, તેને હું સારી રીતે જતન કરીને મોટો કરીશ અને તેમાં જ મારી જીંદગી કપાઇ જશે. પુત્ર મોટો થયો તેમના લગ્ન્ન પણ સારી રીતે કર્યા અને બધોજ કારોબાર પુત્રને હવાલે કરી દીધો અને પોતે નિવૃત જીવન ગાળવા લાગ્યા.  પુત્રના લગ્ન્ન બાદ એક વર્ષ પછી તેઓ બપોરનાં જમવાના ટેબલ ઉપર જમવા બેસે છે..જમવાની શરૂઆત કર્યા બાદ તેમણે વહુને કંહ્યુ કે દંહી હોય તો આપોને ? પુત્રની પત્નિએ દંહી નથી એવો જવાબ આપ્યો ..આ જવાબ પુત્ર ધરમાં દાખલ થતા સાંભળી ગયો....પિતાજીએ જમી લીધુ અને પતિ-પત્નિ જમવા બેસે છે.. જમવામાં અન્ય ચીજો સાથે પ્યાલો ભરીને દંહી પણ પત્નિ પિરશે છે. પુત્રે કોઇ પ્રતિક્રીયા ના આપી પરંતુ જમીને ઓફીસે જવા રવાના થઈ જાય છે. થોડા દિવસો પછી પુત્રએ તેમના પિતાજીને કંહ્યુ કે “ પાપા આજે તમારે મારી સાથે કોર્ટ આવવાનું છે, આજે તમારા પુનરલગ્ન્ન છે”. પિતાજીએ કંહ્યુ કે બેટા મારે હવે આ ઉમરે પત્નિની આવશ્યકતા નથી અને હું તને પણ એટલો સ્નેહ આપુ છું કે તારે પણ માઁની આવશ્યકતા નહીં હોય..પછી બીજા લગ્ન્ન શું કામ ?
પુત્રએ જવાબ આપ્યો- “ પિતાજી ના તો હું મારે માટે માઁ લાવી રહ્યો છું કે તમારા માટે પત્નિ” હું તો માત્ર તમારા માટે દંહીનો પ્રબંધ કરી રહ્યો છું. કાલથી હું મારી પત્નિ સાથે ભાડાનાં મકાનમાં રહીશ અને તમારી ઓફીસમાં એક કર્મચારી તરીકેનો પગાર લઈશ જેથી કરીને તમારા દિકરાની વહુ ...મારી પત્નિને દંહીની કિમત સમજાય.

બોધ- માઁ –બાપ સંતાનો માટે એ.ટી.એમ. કાર્ડ બની શકે છે તો સંતાનોએ પણ માઁ-બાપ માટે આધાર કાર્ડ બનવું જોઇયે ને ????