4 February 2017

*“અંદાજપત્ર” એક પરીચય*

*Jarjis A Kazi Kazisir*
*8264292929*

🛍 *“અંદાજપત્ર” એક પરીચય*🛍

🛍🔹 *આવો જાણીએ અંદાજપત્ર નો ઇતિહાસ* 🔹🛍

🛍🔹અંદાજપત્રને આપણે અંગ્રેજીમાં ‘બજેટ’ (Budget) તરીકે ઓળખીયે છીએ.

🛍🔹બજેટ શબ્દ મધ્યયુના “Bowgett” શબ્દ પરથી ઉતરી આવ્યો છે.

🛍🔹જ્યારે “Bowgette” શબ્દ મધ્યયુગના ફ્રેંચ શબ્દ “Bowgette” શબ્દ પરથી ઉતરી આવ્યો છે.
*જેનો અર્થથાય છે “ચામડા નો થેલો”*

🛍🔹 આમ બજેટનો અર્થ હિસાબો અને દસ્તાવેજો રાખવાની નાનીથેલી કે બેગ કે પછી વર્તમાન સંદર્ભમાં જોઇએતો “બ્રીફકેસ” એવો થાય છે.

🛍🔹 નાણામંત્રી સંસદમા એમની “બ્રીફકેસ” માં જે હિસાબો અને દસ્તાવેજો લઈને આવે તની રજુઆત કરે એટલે અંદાજપત્ર/બજેટ ની રજુઆત.

🛍🔹એક જમાનામાં ‘અંદાજપત્ર’ વત્તાઓછા અંશે માત્ર સરકારની નાણાકીય વિધાન ગણાતુ હતુ પરંતુ વર્તમાન સમયે એથી પણ કઈંક વિષેશ મહત્વ ધરાવતુ નાણાકીય વિધાન છે. તેમ માનવામા આવે છે.

🛍🔹કોઇપણ વ્યક્તિ કુટુંબ મહાનગર પાલિકા, રાજ્ય હોય કે દેશ તેણે પોતાના આવક ખર્ચ વચ્ચે ચોક્કસ સુમેળ સાધવા અંદાજપત્ર બનાવવુ અનીવાર્ય બની રહે છે.

🛍🔹જો વ્યવસ્થિત અંદાજપત્ર બનાવેલ હોય તો ચોક્કસ લક્ષ્યાંકો સારી રીતે પાર પાડી શકાયછે.

🛍🔹કુટુંબ ના અંદાજપત્ર અને સરકાર ના અંદાજપત્ર વચ્ચે એક મહત્વનો તફાવત જોવા મળે છે.

➖જેમ કે કુંટુબ ના અંદાજપત્રમાં પ્રથમ આવક ની ગણતરી કરવામા આવેછે.
અને તે પછીજ ખર્ચ નક્કી કરય છે.

➖જ્યારે દેશ ના અંદાજપત્રમાં સૌ પ્રથમ ખર્ચ નુ અયોજન કરી તે ખર્ચ ને પહોંચી વળવા માટે ક્યાંક્યાં સ્ત્રોતો માંથી કેટલી આવક મેળવવી તે નક્કી કરવામાં આવેછે.

*જુદા-જુદા અંદાજપત્ર*

🛍🔹 *ભારતમાં સામાન્ય અંદાજપત્ર અને રેલ્વે અંદાજપત્ર બે મહત્વના અંદાજપત્ર દર વર્ષે જાહેર કરવામાં આવેછે.*

🛍🔹 ભારતીય રેલ્વે દેશ નુ સૌથી મોટુ જાહેર એકમ હોવા ઉપરાંત અનેક લોકોને રોજગારી પુરી પાડતું દેશ ના મોટા વર્ગ ને સ્પર્શતુ સરકારી સાહસ છે.

🛍🔹તેથી ભારતમાં સામાન્ય રીતે 26 મી ફેબ્રુઆરીએ* દર વર્ષે રેલ્વે અંદાજપત્ર દેશ ના રેલ્વે મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેછે.

🛍🔹ભારતમાં રેલ્વે સીવાય નુ બીજુ અને સૌથી મહત્વનુ અંદાજપત્ર જે સામાન્ય અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવેછે.

🛍🔹 *દેશનું સામાન્ય અંદાજપત્ર દેશ નાં નાંણામંત્રી દ્વારા ફેબ્રુઆરીનાં છેલ્લા દિવસે એટલેકે 28 કે 29મી ફેબ્રુઆરીનાં રોજ  લોકસભામાં રજુ કરવામાં આવેછે.*
આ વખતે અલગ થયું

🛍🔹સામાન્ય અંદાજપત્રમાં વર્ષ દરમિયાન સરકાર જુદા-જુદા વિભાગો જેવા ખેતી,ઉધોગ,સંરક્ષણ,શિક્ષણ,ગ્રામીણ વિકાસ, ઉર્જા, સિંચાઈ, શહેરી વિકાસ, ખેડુતો માટે, બાળકો માટે.પરિવહન વગેરે વિવિધ ક્ષેત્રો પાછળ ફાળવાયેલા નાણાંની વિગત ઉપરાંત વર્ષ દરમિયાન આ ખર્ચ ને પહોંચી વળવા મટે આવક કયાં-કયાં ક્ષેત્રો માંથી આવશે અને કેટલી આવશે તેની અંદાજીત વિગતો રજુ કરવામાં આવેછે.

🛍🔹જેમકે સરકારી જાહેર સાહસો ની આવક, પ્રત્યક્ષ – પરોક્ષ કરવેરા, એક્સાઈઝ ડ્યુટી, દિસઈન્વેસ્ટમેન્ટ , જાહેર દેવુ ઉપરાંત કુલ આવક અને કુલ ખર્ચ ઉપરાંત બજેટની કુલ નાણાંકીય ખાધનો અંદાજ રજુ કરવામાં આવેછે.

🛍🔹અને વર્ષ દરમિયાન ના અંદાજપત્રીય લક્ષ્યાંકો ને પહોંચી વળવા પુરતા પ્રયત્નો કરવામાં આવેછે.

🛍🔹 *ભારત દેશનાં સામાન્ય અંદાજપત્ર સીવાય વિવિધ રાજ્યો નાં અંદાજપત્રો પણ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયામાં લગભગ 20 થી 23 ફેબ્રુઆરી આસપાસ રજુ કરવામાં આવેછે.*

🛍🔹 આ સીવાય દેશ ની બધીજ મહાનગર પાલિકાઓના અંદાજપત્રો પણ રાજ્ય સરકારના અંદાજપત્રોના બે ત્રણ દિવસ અગાઉ રજુ કરવામા આવેછે.

🛍🔹જેમા વાર્ષિક આવક- ખર્ચની અંદાજપત્રીય વિગતો દર્શાવવામાં આવે છે.

*અંદાજપત્ર અર્થ/વ્યાખ્યા*

🛍🔹 _અંદાજપત્ર ગતવર્ષ દરમિયાન સરકારે કરેલી પ્રવૃત્તી ઓની આવક-જાવકની નાણાકીંય આવક-ખર્ચ અંગેના અંદાજોની માહીતી આપેછે._

*ભારતના સામાન્ય અંદાજપત્રની શરૂઆત/ઈતિહાસ*

🛍🔹 _*ભારતમાં સૌપ્રથમ સામાન્ય અંદાજપત્ર બ્રીટીશ તાજ હેઠળની ઈસ્ટ ઈન્ડીયા કંપનીએ 1857 નાં વિપ્લવમાં સફળતા મેળવ્યા પછી 1860 ની 7મી એપ્રિલે જેમ્સ વિલ્સને રજુ કર્યુ હતુ.*_

🛍🔹 *2001 પહેલા દેશનું સામાન્ય અંદાજપત્ર સાંજે 5 કલાકે રજુ કરવાની પરંપરા હતી.*
જે 1924માં બેસિલ બ્લેકેટ્ટે શરૂ કરી હતી.

🛍🔹આમ કરવા પાછળ ના બે ઉદ્દેશો હતા કે

➖બ્રીટીશ સમય ભારતીય સમય કરતા લગભગ 5 થી 6 કલાક પાછલ હોવાથી ભારતમાં સાંજે 5 વાગે બજેટ રજુ થાય ત્યારે બ્રીટીશ સાંસદ “હાઉસ ઓફ કોમન્સ” ની બેઠક ચાલુ હોય છે અને

➖બીજો ઉદ્દેશ બજેટના દસ્તાવેજો તૈયાર કરતા કર્મચારીઓને બજેટ ની જાહેરાતના એક અઠવાડીયા અગાઉ નાણાંમંત્રાલયમાં એકાંતવાસમાં રાખવામાં આવેછે.

🛍🔹જેઓ સતત કામ કરવાથી અને બજેટની આગળની રાત્રે રાતભર કામ કરવાથી તેમને પુરતો આરામ મળી રહે તે માટે સાંજે 5 કલાકે અંદાજપત્ર રજુ કરવાની પરંપરા 2000 સુધી ચાલી આવી હતી.
*Jarjis Kazisir*

🛍🔹 *1948-49માં આર.કે.શણમુખમ રેડ્ડી એ સૌ પ્રથમ વચગાળાનુ અંદાજપત્ર એવો શબ્દ પ્રયોગ કર્યો હતો.*

🛍🔹ત્યારબાદ વચગાળાના અંદાજપત્ર નો અર્થ ટુંકાગાળાનુ અંદાજપત્ર એવો થવા લાગ્યો.

🛍🔹 *પ્રજાસત્તાક ભારત નુ સૌપ્રથમ અંદાજપત્ર 28મી ફેબ્રુઆરી 1950 ના રોજ જહોન મથાઈ એ રજુ કર્યુ હતુ.*

🛍🔹 *પ્રજાસત્તાક ભારતના પ્રથમ સામાન્ય અંદાજપત્ર ની રજુઆત સમયે આયોજનપંચ અસ્તિત્વ માં આવ્યુ હતુ.*

🛍🔹 *જહોન મથાઈ પહેલા રેલ્વે પ્રધાન હતા પછી નાણાંપ્રધાન બનેલા.*

🛍🔹સી.ડી.દેશમુખે નાણાંમંત્રી તરીકે 1950 થી 1956 સુધી સામાન્ય અંદાજપત્ર રજુ કર્યા હતા.

🛍🔹સી.ડી. દેશમુખે નાણાંપ્રધાન બન્યા તે પહેલા 11 ઓગસ્ટ 1943 થી 30 જુન 1949 સુધી રીઝર્વ બેંક ઓફ ઈંડિયા ના ગવર્નર તરીકે ની જવાબદારી સંભાળી હતી.

🛍🔹આમ  *સી.ડી.દેશમુખ નાણાંમંત્રી તરીકે અંદાજપત્ર રજુ કરનાર રીઝર્વ બેંક ના પહેલા ગવર્નર હતા.*

🛍🔹 *1955-56થી સામાન્ય અંદાજપત્ર ના દસ્તાવેજો હિન્દી ભાષામા પણ તૈયાર કરવાની શરૂઆત થઈ.*
પહેલા માત્ર અંગ્રેજી ભાષામાંજ દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા.

🛍🔹 *ભારતમાં સૌથી વધુ સામાન્ય અંદાજપત્ર રજુ કરનાર નાણાંમંત્રી તરીકે ગુજરાત ના પનોતા પુત્ર એવા શ્રી મોરારજી દેસાઈ એ 10 વાર સામાન્ય અંદાજપત્રો રજુ કર્યા છે.*

🛍🔹 જેમા ચીન સાથેના યુધ્ધ પછી નું 1962-63નું અને 1967-68નું એમ બે વચગાળાના અંદાજપત્રો નો પણ સમાવેશ થાય છે.

🛍🔹 *1965-66ના અંદાજપત્રમાં સૌ પ્રથમ વખત કાળાનાણાંની જાહેરાત ની યોજના અમલમાં મુકવામાં આવી.*

🛍🔹 *મોરારજી દેસાઈ દેશ ના એકમાત્ર એવા નાણાંમત્રી છે જેમણે પોતાના જન્મદિને 2અંદાજપત્ર રજુ કર્યા છે.*

🛍🔹જેમાં 29મી ફેબ્રુઆરી વર્ષ 1964 અને વર્ષ 1968 ના અંદાજપત્ર નો સમાવેશ થાય છે.

🛍🔹 *1973-74 ના અંદાજપત્ર ની ગણના ભારતના ઈતીહાસમાં કાળા અંદાજપત્ર તરીકે થાય છે કારણકે એ વર્ષ અંદાજપત્રીય ખાધ રૂ. 550/- કરોડની થઈ હતી.*

🛍🔹કુલ ત્રણવાર દેશ ના વડાપ્રધાન દ્વારા સામાન્ય અંદાજપત્રો રજુ થયા છે જેમ કે,
➖ (1)1958-59માં જવાહરલાલ નહેરુએ
➖(2)1970-71માં ઈન્દીરા ગાંધીએ
➖ (3)1987-88માં રાજીવ ગાંધીએ

*જોગાનુ જોગ ત્રણેય એકજ કુંટુબના વારસદારો પિતા-પુત્રી અને માતા પુત્ર છે.*

🛍🔹 _*ઈન્દીરા ગાંધી દેશના એક માત્ર મહિલા છે જેમણે દેશનું સામાન્ય અંદાજપત્ર રજુ કર્યુ હોય.*_

🛍🔹 *“પ્રણવ મુખર્જી” પ્રથમ એવા નાણાં પ્રધાન હતા જેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નાણાંખાતાનો હવાલો સંભાળતા હતા*

🛍🔹 તેમણે રાજ્યસભાના સભ્ય અને નાણાંપ્રધાન તરીકે 1982 થી 1985 દરમિયાન ચાર અંદાજપત્રો રજુ કર્યા હતા.

🛍🔹ત્યારબાદ તેમણે 2010 થી 2012 સુધી લોકસભાના સભ્ય અને નાણાંપ્રધાન તરીકે ત્રણ અંદાજપત્રો રજુ કર્યા હતા.
*આમ તમણે કુલ સાત અંદાજપત્રો રજુ કર્યા છે.*

🛍🔹 *ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે વર્ષ- 1991-92માં નાણાંમંત્રી તરીકે રજુ કરેલ અંદાજપત્ર ભારતીય રાજ્યસભાના સભ્ય સામાન્ય અંદાજપત્ર ના ઈતિહાસ નુ ક્રાંતિકારી અંદાજપત્ર ગણાય છે.*

🛍🔹જેમા તમણે આર્થિક ક્ષેત્રે ઉદાર વલણ અપનાવ્યું.

🛍🔹 *જેના પરીણામે આજે ભારત આર્થિક ક્ષેત્રે વિશ્વના ટોપ-10 દેશો માં સ્થાન ધરાવેછે* અને ભારતની આર્થિક સ્થિતી મજબુત બની છે.

🛍🔹 *2001 પહેલાનુ કેન્દ્રનુ સમાન્ય અંદાજપત્ર સાંજે 5-00 કલાકે રજુ થતું હતું*

🛍🔹પરંતુ 2001માં એન.ડી.એ.સરકારમાં *અટ્લબિહારી બાજપેઈ વડાપ્રધાન હતા ત્યારે નાણાં મંત્રી યશવંત સિંહા એ સવારે 11 કલાકે અંદાજપત્ર રજુ કરી એક વર્ષો જુની પરંપરા બદલી હતી.*

🛍🔹 *કોર્પોરેટ ટેક્ષ સૌપ્રથમ વખત રાજીવગાંધીએ 1987 ના અંદાજપત્રમાં નાખ્યો હતો.*

🛍🔹 *આ તેમનુ એક્માત્ર અંદાજપત્ર હતુ જે તેમણે વડાપ્રધાન તરીકે રજુ કર્યુ હતુ.*

🛍🔹 કોર્પોરેટટેક્સ વર્તમાનસમયે સરકારને સૌથી વધુ આવક આપતો કરછે.

🛍🔹 *1991-92માં વચગાળાનું અંદાજપત્ર અને અતિંમ અંદાજપત્ર બે જુદાજુદા પક્ષો ના નાણાંમંત્રીઓએ રજુ કર્યા હતા*

🛍🔹 જેમકે

➖વચગાળાનું અંદાજપત્ર ભાજપના યશવંતસિંહાએ અને
➖અંતિમ કોંગ્રેસના ડૉ.મનમોહન સિંહે રજુ કર્યુ હતુ.

🛍🔹જેમા આર્થિક ક્ષેત્રે ભારતે ઉદાર વલણ અપનાવ્યુ હતું.

🛍🔹 *1994માં નાણાંમંત્રી ડૉ.મનમોહન સિંહે પ્રથમ વખત સર્વિસ ટેક્સ દાખલ કર્યો હતો.*

🛍🔹 _*વર્ષ 2012-13નું સામાન્ય અંદાજપત્ર પાંચ રાજ્યો ની વિધાનસભાની ચુંટણી ને કારણે ફેબ્રુઆરીના અંતીમ દિવસ ને બદલે ચુંટણી ના પરિણામ પછી 16 માર્ચે રજુ કર્યુ હતુ.*_

🛍🔹 *તા.28મી ફેબ્રુઆરી 2013 ના ગુરુવારે વર્ષ 2013-14 નુ 82મું સામાન્ય અંદાજપત્ર રજુ થયું. જે દેશ ના નાણાં મંત્રી પી. ચિદમ્બરમે રજુ કર્યુ.*

🛍🔹 *પી.ચિદમ્બરમ સામાન્ય અંદાજપત્ર રજુ કરનારા દેશના 28મા નાણાંપ્રધાન હતા કે જેમણે સૌથી વધુ 10 સામાન્ય અંદાજપત્રરજુ કરનાર નાણાંમંત્રી મોરારજી દેસાઈ પછી બીજા ક્રમે 8 સામાન્ય અંદાજપત્રો રજુ કર્યા છે.*

🛍🔹 *દેશનુ સૌ પ્રથમ સામાન્ય અંદાજપત્ર કુલ 193 કરોડ રૂપિયાનુ હતુ.*

🛍🔹 *જ્યારે 82મુ અંદાજપત્ર કુલ રૂપિયા 16,65,297/- કરોડ નુ અંદાજવામાં આવ્યુ છે.*
હવે વધતા જ રહેશે

🛍🔹ભારતીય અંદાજપત્ર પર સૌથી અસરકર્તા જો કોઈ પરીબળ હોય તો તે દેશની ચુંટણી છે.

🛍🔹દેશમા આવતી ચુંટણીઓની સીધી અસર દેશ ના સામાન્ય, રેલ્વે કે કોઈપણ રાજ્યના અંદાજપત્ર પર સ્પષ્ટ જોવા મળતી હોય છે.

🛍🛍🛍🛍🛍🛍🛍🛍🛍🛍🛍

*આવો રસપ્રદ ઇતિહાસ છે ભારતીય અંદાજપત્ર (બઝેટ) નો*

🛍🛍🛍🛍🛍🛍🛍🛍🛍🛍🛍
*Jarjis A Kazi Kazisir*
*8264292929*