9 January 2017

ગુણોત્સવ શબ્દ જ યોગ્ય નથી. ઉત્સવ હોય ત્યાં દરેકના મોઢા પર પ્રસન્નતા હોય છે.

ગુણોત્સવ શબ્દ જ યોગ્ય નથી. ઉત્સવ હોય ત્યાં દરેકના મોઢા પર પ્રસન્નતા હોય છે. અહી તો વિદ્યાર્થીના મોઢા પર કુકર જેટલું ને માસ્તરના મોઢા પર બોઈલર જેટલું દબાણ દેખાય છે. આને ઉત્સવ કહેવો જ કેમ? જેમા ભણેલાઓનું મૂલ્યાંકન અભણ કરે. વહીવટી અધિકારિઓ (અહિ વહીવટ શબ્દને બીજા અર્થમાં ન લેવો.) ગુરૂને સામે ઉભો રાખી ખખડાવશે. વિદ્યાર્થી બીચારો બની આ દ્રશ્ય જોશે. પછી અધિકારીઓ દ્વારા કહેવામાં આવશે આ બાળકને મૂલ્ય શીખવો. મિત્રો રજનીશ એમ કહેતા શિક્ષક નિર્ભય નહી પણ અભય હોવો જોઈએ. એને બદલે આજે શિક્ષકને ગુણોત્સવના નામે ધાક કહો કે ધમકી પણ શિક્ષકને બીકણ બનાવી દિધો એ વાસ્તવિક છે. અને એક બીજા શિક્ષક વચ્ચે ખટરાગ થવા લાગ્યો છે. જેમકે આજ કાલ સીઆરસી બીઆરસી  શિક્ષકોમાંથી જ હોવા છતાં શિક્ષકો અને તેમની વચ્ચે વૈમન્સય ઉભુ કરી દીધુ. હવે ગુણોત્સવ બાદ અપરપ્રા. અને પ્રા. વચ્ચે ખાય થવાની. કારણ અપર ને પ્રા વચ્ચે પગારમાં કોઈ ફેર નહી અને એજ્યુ. ઉચુ અને વધુ કામ છતાં પરિણામ ઉચ્ચવાળાનુ જ નબળુ આવશે. અને એની એસબી માં નોધ થશે. ઓશુ એજ્યુ અને એટલો જ પગાર પહેલું બીજુ ધો ભણાવનારને કૌઈ મૂલ્યાકન નહી. એટલે માનસિક તનાવ વધશે જ. બીજુ કેટલીક શાળા ઓને એકવાર પણ બાહ્યમુલ્યાંકન આવયું જ નથી રોડ ટચ સારી શાળા દર વખતે આવ્યા જ કરે.
    ખેર, ગૂરુની પરિક્ષા ઈજનેર કે અન્ય નેતા કરે એનાથી મોટું શિક્ષણનું અપમાન શું હોય? પ્રતિજ્ઞા પત્રમાં કોઈ મંત્રી કે કલેકટર નહી શિક્ષકો પ્રત્યે આદર રાખીશ એવું વાક્ય આવે એમાંથી હવે શિક્ષક શબ્દ કાઢી નાખો. કાં તો આવનાર પેઢી માં નિષ્ઠા અને મૂલ્યની અપેક્ષા ન રાખૌ કયાં ગુરૂઓ ને પાછી જુની પ્રતિષ્ઠા અપાવો.. ચાણ્કયના વારસદારો ને હવે લોહી ઉકળવું જોઈએ...