8 March 2017

બાળકો પોતાના જ માતા -પિતા સામે ડરી રહ્યા છે...

દફતરના ભારથી નહીં,
બાળકો માતા-પિતાના સપનાઓના ભારથી ડરી રહ્યા છે..
ઈજ્જતને જીવાડવામાં વ્યસ્ત છે માતા-પિતા
મહત્વકાંક્ષાના મારથી બાળકો મરી રહ્યા છે...
ઈચ્છા પ્રમાણે ન ઉંઘે,ન જાગે.
ઘડિયાળના કાંટા સાથે ભાગે.
બીજાના સપનાઓ સાકાર કરવા વેડફાઈ રહ્યું બાળપણ
બાળકોના પોતાના સપનાઓ લઇને કરગરી રહ્યા છે...
જીવન એમનું ટાઇમ ટેબલમાં ઘેરાયેલુ..
સપનું એમનું માતા-પિતાના સપનાઓથી છેદાયેલુ
શું કહુ સમાજ અને શિક્ષણ વિશે???
બાળકો પોતાના જ માતા -પિતા સામે ડરી રહ્યા છે...