12 April 2017

હે, માનવ ! તુ...

હે , 
માનવ !
તુ...

શિયાળે ઠરી જાય,
ઉનાળે  બળી જાય,
વરસાળે પલળી જાય,
તારા  કરતાં તોજાનવર સારા
ૠતુ - ૠતુ એ આનંદે ચરી ખાય. ...

તારે. ..

A.C. માં છે ચોંટવુ ,
વાણી વિલાસ માં છે રાચવુ,
ઉછેરવુ નથી તારે એકેય ઝાડવુ,

તોયે. .

ગાડી રહે તારી છાંયડે એ ઇચ્છવુ.

ફુલ જોઈને ચુંટી લે,
ફળ જોઈને  તોડી લે,
વનમહોત્સવ ને વૃક્ષારોપણ ના નામે તુ ગજવા ભરી લે. .

કોકે  વાવ્યા તે માણ્યા ,
તારા બચ્ચા શું ભાળશે  ?

એવો કદી  વિચાર કરી લે...

જન્મ  થી મરણ સુધી તને સહારો  આ વૃક્ષો નો ,

જીવન જીવતાં સુધી પ્રત્યેક પળે ઉપકાર આ વનૌષધિ નો ,

વિકાસ ના નામે નાશ કર્યો  વનરાજી નો ,

ઓઝોન સ્તર માં પડયુ ગાબડું ને કર્યો કકળાટ ગ્લોબલ ર્વોમિંગ નો ,

તારી વૃત્તિ,  વિચાર  હંમેશા છે  સ્વાર્થ નો ...

ભાઇ,  બસ કર ...
બહુ થયુ હવે. ..

આંબો નહી તો,
લીમડો - પીપળો વાવ,
કંઈ ના કરે તો ,
બાવળ ને જગ્યા આપ...

નહિ તો. ..
શિયાળે ઠરી જઇશ,
ઉનાળે  બળી જઇશ,
ને
ચોમાસે તરસે મરીશ...

પ્રક્રુતી  એક  વરદાન