31 October 2017

સાચા શિક્ષકનો અવાજ એના વિધાર્થી મા હોય છે

" મુલ્યશિક્ષણ ની વાતો કરતા કેટલાક લોકો બાળકોની આદતો ને લઈ તેના શિક્ષકોને જવાબદાર ઠેરવતા હોય છે. એ વાત આંશિક રીતે સાચી પણ છે. છતાં એનો અર્થ એ નથી કે શિક્ષક જ એના માટે જવાબદાર છે.

એક જ શિક્ષકના હાથમા ભણેલા બે વિધાર્થીઓ  મા  સામર્થ્ય શક્તિ કે નૈતિક મુલ્ય કદી પણ સમાન ન હોય શકે.

સમાજના  ફલક  પર એક વાત વારંવાર સાંભળી ખરેખર દુઃખ થાય છે. ઘણા લોકો  ડગલે ને પગલે એવી વાતો કરતા હોય છે કે
- માસ્તરો હરામ નો પગાર  લે છે.
- માસ્તરો ને જલસા જ જલસા છે માસ્તરો વેકેશન ભોગવે છે.
- માસ્તરો  ભણાવતા નથી.
- માસ્તરો કંજુસ એટલે કે અતિ કરકસર કરવા વાળા હોય છે. 

તો આવી ફાલતુ મનો સ્થિતી ધરાવતા લોકો માટે મુખ્ય સવાલ એ છે કે:-

જો એવું જ હોય તો 'માં' જેટલા ઊંચા સ્તર પર એને શું કામ  મુકવામા આવે છે?

સરકારી ઓફીસોમા કરવાના થતા ચોકસાઈ વાળા કામો  જેવા કે વસ્તી ગણતરી, મતદાર નોંધણી એ બધું હરામનો પગાર લેનાર કરી શકે?

શિક્ષકો વર્દી ધારી રિશ્વતખોરો છે?
શિક્ષકો ને ટેબલ નીચે થી  થતી આવક નથી એટલે એ કરકસર યુક્ત જીવન શૈલી અપનાવે છે.

શિક્ષકો ના કામ ના કલાકોની વાતો કરનારા લોકો પણ જરા વિચારી લે.......

રાજ્ય  જ નહી  આખાય દેશ ના સરકારી વહીવટી દફતરો સવારે દસ વાગ્યે   જ ખુલે છે.સાંજના છ વાગ્યે બંધ થાય છે .એમા સેવારત  સેવાકર્મીઓ નો  જમવાનો સમય મોટા ભાગે  12:00 થી 4:00 કે 12:00 થી  3:00 હોય છે.

કામ ના કલાકો ......? કોણ વધુ કામ કરે છે?

ક્યા સરકારી સેવાકર્મી પાસે તેણે દૈનિક રીતે કરેલા કામ નુ સચોટ આયોજન હોય છે?

ક્યો સરકારી સેવાકર્મી શિક્ષક જેટલો નિયમિત હોય છે?

યાદ રહે  " 

અરીસાના તૂટી જવાથી પ્રતિબિંબ નથી તૂટતું.
પણ તૂટેલા અરીસાના અસંખ્ય ટુકડાઓ મા  એનુ સમાન દર્શન હોય છે. શિક્ષક એવો અરીસો છે જે સમાજ કે રાષ્ટ્રના પ્રતિબિંબ ને પોતાનામા ગ્રહિત કરે છે.

        નગારાનો નાદ કેવળ યુધ્ધ અને આરતી મા હોય છે.
       સાચા શિક્ષકનો અવાજ એના વિધાર્થી મા હોય છે.