19 March 2018

આવો ગુણોત્સવ કરીયે

આવો ગુણોત્સવ કરીયે

ગુણવત્તા જાય તેલ લેવા
આવો ગુણોત્સવ કરીયે
શિક્ષકોને સજા કરવા
આવો ગુણોત્સવ કરીયે

વિધાનસભામાં અમે જઘડશું
પણ શાળામાં શાંતિ જોઈશે
ભણવાના દિવસો ચોરીને
આવો ગુણોત્સવ કરીયે

અમારી ઓફિસો ભલે ગોબરી ગંધારી
પણ શાળા ચોખ્ખી ચણાક જોઈશે
શિક્ષકોને ધમકાવવા કાજે
આવો ગુણોત્સવ કરીયે

અમે તો મંત્રીશ્રી છીએ શિક્ષણના
અમારે ખાનગી શાળાઓને કશું નહિ કહેવાનું
સરકારી શિક્ષકોને નીચા બતાવવા
આવો ગુણોત્સવ કરીયે

અમારું કામ તો ખાનગી શાળાઓને છે મદદ કરવાનું
આર.ટી.ઈ.ના નામે એમના ખિસ્સા ભરવાનું
સરકારી શાળામાંથી વિદ્યાર્થીઓને ભગાડવા
આવો ગુણોત્સવ કરીયે.