7 March 2018

જેમ એક દર્દી ને સારો કરવા માટે કડવી દવા આપવી પડે એમ સમાજ ને સાચા અને સારા માર્ગે લઈ જવા કડવી વાત કરવી પડે.

🙏🏻 આજની દીકરી 🙏🏻

થોડો સમય નિકાળી શાંતિ થી વાચજો 🙏🏻

આજની દીકરી માટે ઘણી  સારી સારી કાલ્પનિક વાતો  બધા કરે છે પણ શું સારી સારી કાલ્પનિક વાતો કરવાથી સમાજ સુધરી જશે ?? આવો સમજિયે કે વાસ્તવિકતા શું છે.

જેમ એક દર્દી ને સારો કરવા માટે કડવી દવા આપવી પડે એમ સમાજ ને સાચા અને સારા માર્ગે લઈ  જવા કડવી વાત કરવી પડે.

આમાં હુ 35-40 વર્ષ થી ઉપર ની મહિલા ની વાત કરતો નથી ,હુ આજની દીકરી ની વાત કરવા માઁગુ છુ

તમે બધા જાણો છો કે આજકાલ છુટાછેડા ખૂબ જ વધી ગયા છે.. શુ કામ ?? છોકરા છોકરી તો  પોતની મરજી થી જ  લગ્ન કરે છે,છત્તા આટલા બધા છુટાછેડા શુ કામ ?? ચાલો જાણિયે...

આજની દીકરી ને તમે ખૂબ ભણાવી ... ચાલો ખૂબ સારી વાત છે. પણ રસોઇ બનાવતા શિખવાડ્યુ ?? ના... શુ  શીખવાડયુ ?? નોકરી કરતા, બરાબર છે ને ?? પણ જરા દીકરી ને  એટલુ સમમજાવો કે સાસરે બધા ના દિલ જીતવા હોય તો એનો રસ્તો પેટ થી થઈ ને જાય છે. ગમે તેટલા રૂપિયા કમાવી લો... ભૂખ લાગશે ત્યારે પતિ પત્ની પાસે જમવાનુ માંગે ઈ સારુ લાગે કે રસોયાણિ પાસે માંગે ઈ સારુ લાગે ?? બીજુ રસોઇ બનાવતા આવડે નહી એટલે  હોટેલ મા જવુ , pizza ,sandvich etc. બનાવવા ,બાળકો ને ટિફીન મા Bread butter , biscuit આપી ઘરના સભ્યો ને બિમાર પાડવા....જ્યારે મા -દાદી ભણેલા હતા નહી પણ કોઇને ડૉક્ટર . પાસે જાવાનો વારો આવતો નહી...જરા વિચારો કોના પર ગર્વ લેવો ??
આજની દીકરી  પૈસા કમાવા લાગી છે એટલે એને એમ છે કે મારે પુરુષ ની શુ જરૂર ? પુરુષ ને લાગે છે હુ રસોયાણિ રાખી લઈસ મારે સ્ત્રી ની શુ જરૂર .. એક બીજાની જરૂરત જ ખતમ થઈ ગઇ છે... બાકી શરીર ની ભૂખ સંતોસવા  લિવ ઇન રીલેશન તો આજની ફૅશન થઈ ગઇ જ  છે ... હવે આમાં છુટાછેડા  ન થાય  તો બીજુ શુ થાય....ક્યા જાશે સમાજ ઈ વિચારો જરા...

એક નોકરી ને કારણે આજની દીકરી કેંટકેટલું ગૂમાવા તૈયાર છે.
અમુક  ને તો લગ્ન જ નથી કરવા,અને કરવા છે તો બાળકો  પેદા નથી કરવા,જો બાળકો  પેદા કરશે તો મા નુ દૂધ નથી પિવડાવવુ...આ બધુ એક નોકરી માટે  .. વિચાર કરો  ક્યા જય રહ્યો છે સમાજ ?? 
  છોકરી  માટે પૈસા કમાવા કાંઇ મોટી વાત નથી,પણ ઈ જૂવો કે  સુખી છે ?? સાસરે સુખ - શાંતિ છે ??

જો તમારો સંસાર સુખી રહેતો  હોય ને તો જરૂર નોકરી કરો પણ જો નોકરી ને કારણે વાત divorse સુધી જાય ને  તો નોકરી છોડવી સારી.. કારણકે ઘર -પરિવાર ની દુનિયા થી મોટુ સુખ બીજુ કાંઇ નથી.

દીકરી ને ખૂબ ભણાવી અને નોકરી ની છુટ આપી  એનાથી ફાયદો કેટલો અને નુકસાન કેટલું એનો જરા હિસાબ માંડો.
ભણવાથી જે બુધ્ધિ આવી  એનાથી નોકરી કરી અને પગાર નો ફાયદો થયો.... બસ
પણ અા નોકરી ને કારણે નુકસાન કેટલું થાય છે એનું લિસ્ટ બનાવી એ તો ખૂબ મોટુ થઈ જાય ..જરા શાંતિ થી વિચારો...
આધુનિક બનવા ના ચક્કર મા  આપણે શુ ગુમાવ્યું અને શુ પામી લીધુ...

પણ આજની દીકરી ને સાસુ - સસરા, પતિ , અને પોતાના બાળકો કરતા પણ વધારે પ્રિય છે નોકરી... એટલે આજકાલ છુટાછેડા થાય તો પણ કોઇ વચમાં આવતુ નથી... પહેલા  સમાજ વચમાં આવતો, હવે તો મા -બાપ જ  બોલતા નથી, તો સમાજ શું બોલવાનો !!
આજની દીકરી ના લગ્ન ની વાત ચાલતી હોય તો દીકરી  પૂછે છે કે ડસ્ટ બિન છે આ ડસ્ટબીન એટલે સાસુ -સસરા ,આ ભણાવવા પછી ના સંસ્કાર !!કમસે કમ દીકરી ને એટલું તો સમજાવો કે આવું ન બોલાય કે ન વિચારાય 🙏🏻

બીજુ દીકરી ને સુખી જોવા માંગતા હો તો ખાસ દીકરી ની મા  ફોન અથવા whatsapp કરી ને એના ઘર મા માથું મારવાનુ બંધ  કરે.
દીકરી ફરિયાદ કરે તો પણ એને સમજાવવુ કે તારૂ ઘર છે તુ સંભાળ..divorse નુ કારણ અમુક હદે દીકરી ની મા ની દખલગીરી પણ હોય છે.

પહેલા ની સ્ત્રી નોકરી કરતી નહી પણ ત્રણ પેઢી ને સાચવતી. મા -બાપ સમાન સાસુ - સસરા, બીજી પેઢી મા પોતાનો પતિ, ત્રીજી પેઢી મા પોતાના સંતાન.
શાંતિ થી વિચારો આજની દીકરી આ ત્રણ પેઢી માથી કેટલા ને સાચવે છે ?? કોઇને નહી....કડવુ  છે પણ સત્ય છે, જો હજી પણ નહી સમજો તો સમાજ નુ ભવિષ્ય ખૂબ ચિંતાજનક છે 🙏🏻

આજકાલ બધા દીકરી ને પુરુષ સમોવડી બનાવવા નિકળ્યા છે. પણ જરા વિચારો..સુ કોઇને પુરુષ જેવી સ્ત્રી ગમે ??

સારો સમાજ બને એટલે થોડી કડવી વાત કરી છે, કોઇને ખરાબ લાગ્યૂ હોય તો માફી માઁગુ છુ.🙏🏻

સારી વાતો સારા લોકો સુધી પહોંચાડવા ની જવાબદારી હર એક સારા માણસ ની છે...કારણકે સારા માણસો ને સારો સમાજ રહે એની ચિંતા હમેશા  રહેતી જ હોય ..તો આવો આપણે એક સારો સમાજ બનાવીએ.

વધુ મા વધુ શેર કરો ... જો દીકરી ને અને સમાજ ને સુખી જોવા માંગતા હો તો.....🙏🏻