6 March 2018

*"કાચની બરણી ને બે કપ ચા"* *એક બોધ કથા :*

*"કાચની બરણી ને બે કપ ચા"*

*એક બોધ કથા :*

જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય.... બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના ૨૪ કલાક પણ ઓછા લાગવા લાગે.....
ત્યારે આ બોધકથા *"કાચની બરણી ને બે કપ ચા"* ચોક્કસ યાદ આવવી જોઈએ....!!!

દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે એ આજે જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ ભણાવવાના છે....!!!

એમણે પોતાની સાથે લાવેલી એક મોટી કાચની બરણી (જાર) ટેબલ પર રાખી એમાં ટેબલ ટેનીસના દડા ભરવા લાગ્યા અને જ્યાં સુધી એમાં એકપણ દડો સમાવાની જગ્યા ન રહી ત્યાં સુધી ભરતા રહ્યા....!!!

પછી એમણે વિદ્યાર્થીઓને પૂછ્યું, "શું આ બરણી ભરાઈ ગઈ છે..?!?"

"હા" નો  અવાજ આવ્યો....

પછી સાહેબે નાના-નાના કાંકરા એમાં ભરવા માંડ્યા, ધીરે-ધીરે બરણી હલાવી તો ઘણાખરા કાંકરા એમાં જ્યાં-જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં-ત્યાં સમાઈ ગયા.

ફરી એક વાર સાહેબે પૂછ્યું, "શું હવે આ બરણી ભરાઈ ગઈ છે....?!?"

વિદ્યાર્થીઓએ એકવાર ફરીથી "હા" કહ્યું....

હવે સાહેબે રેતીની થેલીમાંથી ધીરે-ધીરે તે બરણીમાં રેતી ભરવાનું શરૂ કર્યુ, રેતી પણ બરણીમાં જ્યાં સમાઈ શકતી હતી ત્યાં સમાઈ ગઈ... એ જોઈ વિદ્યાર્થીઓ પોતાના બંને જવાબ પર હસવા માંડ્યા....

ફરી સાહેબે પૂછ્યું, "કેમ.. ? હવે તો આ બરણી પૂરી ભરાઈ ગઈ છે ને..?!?"

"હા... હવે તો પૂરી ભરાઈ ગઈ..!!!" બધા વિદ્યાર્થીઓએ એક સ્વરમાં કહ્યું.....

હવે સાહેબે ટેબલ નીચેથી ચાના ભરેલા બે કપ બરણીમાં ઠાલવ્યા, ને ચા પણ બરણીમાં રહેલી રેતીમાં શોષાઈ ગઈ... એ જોઈ વિદ્યાર્થીઓ તો સ્તબ્ધ થઈ ગયા....!!!

હવે સાહેબે ગંભીર અવાજમાં સમજાવાનું શરુ કર્યું....

"આ કાચની બરણીને તમે તમારું જીવન સમજો....

ટેબલ ટેનીસના દડા સૌથી મહત્વપૂર્ણ ભાગ એટલે કે ભગવાન, પરિવાર, માતા-પિતા, દીકરા-દીકરી, મિત્રો, અને સ્વાસ્થ્ય...!!!

નાના-નાના કાંકરા  એટલે કે તમારી નોકરી-વ્યવસાય, ગાડી, મોટું ઘર, શોખ વગેરે....

અને રેતી એટલે કે નાની નાની બેકારની વાતો, મતભેદો, ને  ઝગડા...!!!

જો તમે તમારી જીવનરૂપી બરણીમાં સર્વપ્રથમ રેતી ભરી હોત તો તેમાં ટેબલ ટેનીસના દડા ને નાના-નાના કાંકરા ભરવાની જગ્યા જ ન રહેત... ને જો નાના-નાના કાંકરા ભર્યા હોત તો દડા ન ભરી શક્યા હોત, રેતી તો જરૂર ભરી શકતા....!!!

બસ, આજ વાત આપણા જીવન પર લાગુ પડે છે....
જો તમે નાની-નાની વાતોને વ્યર્થના મતભેદ કે ઝગડામાં પડ્યા રહો ને તમારી શક્તિ એમાં નષ્ટ કરશો તો તમારી પાસે મોટી-મોટી અને જીવન જરૂરીયાત અથવા તમારી ઇચ્છિત વસ્તુ કે વાતો માટે સમય ફાળવી જ ન શકો....

તમારા મનના સુખ માટે શું જરૂરી છે તે તમારે નક્કી કરવાનું છે.... ટેબલ ટેનીસના દડાની ફિકર કરો, એ જ મહત્વપૂર્ણ છે....
પહેલા નક્કી કરી લો કે શું જરૂરી છે... ? બાકી બધી તો રેતી જ છે....!!!

વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા ને અચાનક એકે પૂછ્યું, "પણ સાહેબ.... તમે એક વાત તો કહી જ નહિ કે " ચાના ભરેલા બે કપ" શું છે ?"

સાહેબ હસ્યા અને કહ્યું, "હું એ જ વિચારું છું કે હજી સુધી કોઈએ આ વાત કેમ ના પછી...?!?"

"એનો જવાબ એ છે કે,
*જીવન આપણને કેટલું પણ પરિપૂર્ણ અને સંતુષ્ટ લાગે, પણ આપણા ખાસ મિત્ર સાથે "બે કપ ચા" પીવાની જગ્યા હંમેશા હોવી જોઈએ."*

(પોતાના ખાસ મિત્રો અને નજીકના વ્યક્તિઓને આ મેસેજ તરત મોકલો....)