1 April 2018

ભલે જીવનમાં ધક્કો વાગે કશુંક સારું જ છલકાશે.

🙏આપણા હાથમાં ગરમ કૉફીનો
છલોછલ ફીણમઢેલો કપ
હોય અને પીવાની તૈયારી
કરતા જ હોઈએ ત્યાંજ પાછળથી કોઈ ઉતાવળમાં આવે. તેનો ધક્કો હાથને વાગે અને છલોછલ ભરેલા
કપમાંથી ચારે તરફ કૉફી
ઢોળાય જાય.

બરાબર આવું જ થાય.
શા માટે કૉફી ઢોળાય?

તમે જવાબ આપશો
અરે કોઈ પાછળથી ધક્કો મારે તો કૉફી ઢોળાય જ ને ?

ના,
આ જવાબ પૂરો સાચો નથી.
તમારા હાથમાંના કપમાંથી
કૉફી ઢોળાય,
કારણ કે
કપ કૉફીથી ભરેલો હતો.
જો
કપ ચાથી ભરેલો હોત તો... ચા ઢોળાત !

જે કપની અંદર હોય એ
છલકાયને બહાર આવી જાય...
ઢોળાઈ જાય.
પછી એ ચા હોય, કૉફી કે દૂધ કે લસ્સી કે પછી શરબત.

જે કપની  અંદર હોય  એ જ બહાર છલકાય.

આ વાતમાં છુપાયેલો સંદેશ હવે સમજીએ.

સંદેશ  એ છે કે
આ છલોછલ ભરેલો કપ એ આપણે છીએ.
જ્યારે જીવનમાં આપણને
સમય-સંજોગ પ્રમાણે ધક્કો
લાગે ત્યારે આપણી અંદર જે
હોય એ બહાર છલકાય છે.
જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં
સુધી તો આપણે બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ,
પરંતુ જ્યારે ન ગમતું બને,
ધક્કો વાગે ત્યારે હકીકતમાં
અંદર રહેલું વ્યક્તિત્વ બહાર આવી જાય છે.

આપણે આપણી જાતને
પૂછવાનું છે કે
આપણે કપ હોઈએ-
ધક્કો વાગે
તો બહાર શું છલકાય?

જિંદગીમાં ધક્કો વાગે
ત્યારે શું છલકાશે?
શું ઢોળાશે?

આનંદ ? આભાર ? શાંતિ ? માનવતા ? વિનમ્રતા ?
કે પછી
ગુસ્સો ? કડવાશ ?
ખરાબ શબ્દો ?
કે પછી
ખરાબ વર્તન?

આપણામાંથી કશુંક સારું જ
છલકાય, ઢોળાય એ માટે
જીવનને ક્ષમા, શાંતિ, આનંદ, દયા, પ્રેમ, લાગણી, સ્નેહભર્યા શબ્દો અને
હકારાત્મકતાથી ભરી દો.

પછી ભલે જીવનમાં ધક્કો વાગે કશુંક સારું જ છલકાશે.