4 April 2018

ગુણોત્સવથી ગુણવત્તા વધે એવા વ્હેમ માંથી આપણે ક્યારે બહાર નિકળીશું?

ગુણોત્સવથી ગુણવત્તા વધે એવા વ્હેમ માંથી આપણે ક્યારે બહાર નિકળીશું?

            ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશી એ એક વાર કહેલું,“ સમસ્યાનુ મૂળ અને નિરાકરણ બંન્ને માટે કેળવણી જવાબદાર છે.”
કેળવણીનો સાચો અર્થ સમજ્યા વગરનું બધુ નકામુ .  MLL અને પ્રજ્ઞાથી જો કોઇ ફરક ન પડ્યો હોય તો આપણો વ્યાયામ પાણીમાં ગયો.? અને હવે તો “લર્નીંગ આઉટકમ્સ” જેવો નવો શબ્દ આવ્યો છે.
મૂળવાત આપણે શિક્ષણમાં દિશા ભટકેલા મુસાફરો છીએ. હજારો કિલોમીટર ચાલીએ છીએ પણ  પહોંચતા ક્યાય નથી.! ફરી પાછા જ્યાં હતા ત્યાં.
        કેટલાક શિક્ષકો અભ્યાસક્રમ બહાર જઇને ભણાવવાની હિંમત કરે છે. ત્યાં બાળકો સાચી કેળવણી પામે છે. તેમને ચાર દિવાલમાં ગોઠતું નથી. પ્રત્યક્ષ અનુભવમાં માનનારા આ શિક્ષકો ગુણોત્સવથી પર છે. તેઓ ઘડિયાળના કે અભ્યાસક્રમના મોહતાજ નથી હોતા. બાળકોમાં પ્રમાણિકતા, ચતુરાઇ અને પરિશ્રમ વગેરે ગુણોનું સિંચન એ જ તેમનો ગુણોત્સવ. લાગણીની ખેતી કરતા આ શિક્ષકો બાળકોના પ્રેમ અને સ્નેહથી ભીંજાતા હોય છે.એક મિનીટ પણ બાળકોથી દૂર થવાય તો એ તેમને મન ‘મેમો’ મળ્યાં બરાબર છે.મફતનો પગાર તેમને ના ખપે.પગાર કરતાં વધુ આપવાની તેમની ખેવના હોય છે. તેઓ સાચા અર્થમા વર્ગ ને સ્વર્ગ બનાવવા મથતા હોય છે.તેઓ બાળકો અને વાલીઓમાં પ્રિય હોય છે. આવા શિક્ષકોની પરીક્ષા કે ટેસ્ટ લેવાની હિંમત ક્યા અધિકારી દાખવશે?      

         Copy paste from Dr.santosh Devkars Wall