4 April 2018

એ.સી વાળા ઓરડામાં પણ પરસેવો વળે છે અને અંતર ના ઉંડાણ માંથી એકજ અવાજ આવે છેકે..

જે લોકોને સમય નક્કી કરવા ત્રણ ત્રણ પરિપત્રો કરવા પડે...એ લોકો ત્રણ કલાકમાં આપણું મૂલ્યાંકન કરશે..આવી વિરલ ઘટના સદીમાં એકજ વાર બને છે.. તો આ ક્ષણે મનમાં વિચારોની આંધી ઊઠે છે.. કે આમતો ગુણોત્સવ વિધાર્થીની પરિક્ષા છે પણ કેમ જાણે લેવાતી શિક્ષકોની હોય તેવો ઘાટ ઘડાયો છે..તો શું આખી સરકારી સિસ્ટમમાં એક શિક્ષકજ કામચોર અને બાકીનાં બધાં દૂધે ધોયેલાં..??
કેમ રેવન્યુ વિભાગમાં કોઈ ઉત્સવ નહીં.. ત્યાં જમીનનાં સોદા સાદગીથી પડતા હશે..?
કેમ સચિવાલયમાં કોઈ ઉત્સવ નહિ..ત્યાં બધા વિભાગોમાં ફાઈલો ફટાફટ દોડતી હશે...?
કેમ વિધાનસભામાં કોઈ સુધારણા કાર્યક્રમ નહિ.. ત્યાં માઇક નો ઉપયોગ માત્ર મીઠું મીઠું બોલવાજ થતો હશે??
કેમ..બેંકોમાં કોઈ ઉત્સવ નહીં.. એમના પૈસે તો ઘણા ઉત્સવો વિદેશમાં પણ થાય છે..!! કે પછી કોઈને ત્રીજા લગ્ન કરવા 9000 કરોડ ની નાણાંકીય સહાય કરવી એ એમની પરંપરા નો ભાગ છે?? 
ગુણોત્સવ નો આશય શું છે એ આજ દિન સુધી સમજાતું નથી..
શુ કોઈ શાળાનું..શાળામાં કામ કરતાં શિક્ષકોનું..એકજ દિવસમાં મુલ્યાંકન કરી શકાય..?
શું ભારત નું ભાવિ ઘડનારા ઘડવૈયાઓને અંગ્રેજી માં એ.બી.સી.ડી ના આવડતી હોય તેવા લોકો પાસે મુલવવાનાં..??
શુ લખવું ને શુ ના લખવું મને સમજાતું નથી..
જે દેશનાં ભવ્ય ભુતકાળનાં ઉદાહરણ આપી લોકો ગર્વ મહેસુસ મહેસુસ કરતાં હતાં જે દેશની ગરીમાનું છેલ્લા થોડાં વર્ષોમાં ચીરહરણ થયું હોય એવું લાગી રહ્યું છે....
પણ શું કરીએ..
આપણે તો માત્ર વાતોજ કરી શકીશું.... કારણકે આપણે આપણી સહનશક્તિ સારા એવા પ્રમાણમાં વિકસાવી લીઘી છે....બહું લખાઈ ગયું..બહુ ઠલવાઇ ગયું..
પણ શું કરૂ..
આજે આ લાગણીઓનો લાવરસ રોક્યો રોકાતો નથી...
કારણ મારું બાળક.. કે જેને કેળવણી આપવાની મારી જવાબદારી છે.. તેજ હું આ સરકારી તાયફાઓમાં અદા ન કરી શકું..જેની પાછળ એના ખેડૂત કે નાની નોકરી કરતાં માં બાપનાં અરમાન હોય કે મારો દીકરો કે દિકરી નિશાળ માં જઈ ભણશે.. કંઈક બનશે..અને અમને આ સ્થિતિમાંથી બહાર લાવશે.. તેવા બાળકોનાં શિક્ષણને જ્યારે પ્રચાર નું માધ્યમ બનાવી દેવામાં આવે.. એમને મફતમાં સરકારી બ્રાડ  એમ્બેસેડર બનાવી દેવામાં આવે અને જ્યારે હું એક આશાસ્પદ વિધાર્થીના વાલી ને એના બાળકનાં શિક્ષણનાં અભિપ્રાય માટે ફોન કરું.. અને એ બાપ ખેતરમાંથી પોતાનું હળ છોડીને દોડીને મારી પાસે આવે  અને આજીજી કરતા કરતા એની આંખો ઉભરાઈ આવે ત્યારે આ મન ઉકળી ઊઠે છે,એ.સી વાળા ઓરડામાં પણ પરસેવો વળે છે અને અંતર ના ઉંડાણ માંથી એકજ અવાજ આવે છેકે..
"બંધ કરોઆ ખોટા તાયફા...
અમારું કામ અમને કરવા દો..
અમને બસ ભણવા દો...
અમને બસ ભણાવવા દો".......