11 October 2018

પ્રાઈવેટવાળા શિક્ષણમા ફાવી ગયા;

જો ખોટું લખ્યું હોય તો ધીકકાર છે મને...!!!!!!!

પ્રાઈવેટવાળા રાખી ચાલું શાળા શિક્ષણમા એ ફાવી ગયા;
ને  અમે પાડી વેકેશન  ભણાવેલુ  ભૂલાવી  વગોવાઇ  ગ્યા.

પ્રાઈવેટવાળા  નહિવત્  ઉજવી  ઉત્સવો  ખૂબ  ફાવી ગ્યા;
ને અમે ઉત્સવો-ફોટાઓની  લાયમા  ખોટા  વગોવાઇ ગ્યા.

પ્રાઈવેટવાળા કરવા લાયક કરી કામો  ખૂબ  જ ફાવી ગ્યા;
ને અમે ચૂંટણી-bloના અઢળક  કરી  કામો વગોવાઇ ગ્યા.

પ્રાઈવેટવાળા 70% કામકરાવી વાલીઓ જોડે ફાવી ગ્યા;
અમે  ઘેર ઘેર ફરી બાળકોને લાવી શાળામાં વગોવાઇ ગ્યા.

પ્રાઈવેટવાળા શિક્ષણ સિવાયના કામો મૂકીખૂબ ફાવી ગ્યા;
ને અમે ઘેર ઘેર સંડાસ-વસ્તી  ગણી  ખોટા  વગોવાઇ ગ્યા.

ખાનગીવાળા ખુદની પદ્ધતિથી ભણાવી મસ્ત  ફાવી  ગ્યા;
ને  અમે  એમની પદ્ધતિથી  ભણાવી  ખોટા વગોવાઇ ગ્યા.

ખાનગીવાળા વાલીઓને ધમકાવી ધમકાવીના ફાવી ગ્યા;
ને અમે ઘેર ઘેર  વાલીઓને  સમજાવીને  વગોવાઇ  ગ્યા.

ખાનગીવાળા  ટ્યુશનો  ચલાવી  વાલીઓ  પર  ફાવી ગ્યા;
ને અમે પરીક્ષામા શિક્ષકો પર શંકા કરી કરી વગોવાઇ ગ્યા.
                     -"મોજીલો" માસ્તર ...........