11 October 2018

જેને એક કિલો તેલ ની કિંમત...કેટલી ચુકવવી પડે તેનું ભાન હોય...તે આવા ફાલતુ સ્ટેટમેન્ટ કદી ના કરે..

એક કિલો તેલ ની કિંમત....👌

આજે ...રોજ કરતા કુણાલ અલગ મૂડ મા લાગતો હતો..રોજ મારી સાથે ગાડી મા આવતો
કુણાલ...ની આંખો ભીની હતી..તે વારંવાર ગાડી બહાર  જોતો હતો..અને આંખ ના આંસુ છુપાવવા ની કોશિશ કરી રહ્યો હતો..

મેં કીધું દોસ્ત...એક વાત પુછુ..?

હા પૂછો..આપ મારા થી વડીલ છો..પૂછી શકો છો...કુણાલ બોલ્યો

દોસ્ત..રોજ કરતા તું આજે ઢીલો લાગે છે...અંગત વાત હું કોઈને પૂછતો નથી...અને કોઈ મને આગ્રહ કરે એ મને ગમતું પણ નથી..તારી સાથે રોજ ની અવાર જવર ને કારણે મન મળી ગયું છે...

અંગત વાત બને તો કોઈ ને કહેવી નહીં..દરેક લોકો સારા હોતા નથી..સમય આવે તેનો હથિયાર તરીકે ઉપયોગ પણ કરી લેતા હોય..છે..

પાર્થિવભાઈ.. એવું નથી..
પણ દિવાળી નજીક આવે અને મમ્મી  યાદ આવે છે...તમે મારા ઓફિસ ના ટેબલ ઉપર ફોટો જોવો છો.. તે મારી માઁ છે..અત્યારે હયાત નથી...

મેં ખભે હાથ મૂકી..કીધું... કોઈ કામ હોય તે કહે...

કંઈ નહીં...પાર્થિવભાઈ...

કુણાલ ની આંખ..કંઈક જુદું કહી રહી હતી..

મે કીધું..કુણાલ..કોઈ સ્ટાફ તરફ થી પરેશાની હોય..તો પણ કહે.. કામ મા સમજ ના પડતી હોય તો કહે.....

પાર્થિવભાઈ...આમ તો વ્યક્તિગત અને ઘણી...સંવેદનશીલ વાત છે..તમે ઘણા દિલ થી નજીક  આવી ગયા છો.. એટલે વાત કરું છું...કુણાલ બોલ્યો

સાહેબ..150 રૂપિયે પેટ્રોલ ભરાવવાની ..વાત કરતા બિનજવાબદાર યુવાન ને સવાલ કરો...
કિલો સીંગતેલ નો ભાવ શુ છે ?..
નહીં ખબર હોય ?....

મોદી સાહેબ ..શુ પેહરે છે , શુ ખાય છે..
કેટલા કલાક કામ કરે છે...કેટલું જાગે છે...બધી પંચાત કરશે..

પણ પોતા નો બાપ..
કેટલા કલાક..ફેક્ટરીમા કામ કરે છે, ટિફિન માં શુ લઈ જાય છે...અને થાકેલો બાપ પથારી મા કેટલા કલાક પડખા ફેરવે છે ..તેની ખબર એ  રાખતો.નથી...આવું મફત નું ઘર મા ચરતા પાડાઓ ને ક્યાંથી ખબર પડે ઘર કેમ ચાલે ?

સાહેબ, બાપા ના રૂપિયે થુંક ઉડાડનારા ને ખબર નથી હોતી..કે આખર તારીખ કોને કહેવાય...?
આખર તારીખ મા મહેમાાન આવે તો ઘર ના વડીલ ની શુ દશા થાય ?

કુણાલ બોલ્યો..
પાર્થિવભાઈ...દિવાળી નજીક આવે છે...અને માઁ યાદ આવે છે..
એ ધનતેરસ નો દિવસ હજુ હું ભુલ્યો નથી....
પાપા અને મમ્મી વચ્ચે...ફક્ત એક કિલો તેલ માટે...
ઝગડો થયો.....

પપ્પાએ કીધું...બે દિવસ પહેલા તો કિલો તેલ લીધું હતું...ખાલી કઈ રીતે થઈ જાય.?
સ્વાભાવિક છે..દિવાળી ના નાસ્તા પાછળ વપરાયું..હશે...
કોણ જાણે અમારા ઘર ઉપર કાળ મંડરાયો હશે...
વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી.લીધું..
વાત વધી ગઈ...મમ્મી એ રસોડા મા જઈ.. કેરોસીન છાંટી જીવન ટૂંકાવી લીધું......

પાર્થિવભાઈ અમને કલ્પના પણ ન હતી મમ્મી અહીં સુધી નું અંતિમ પગલું લેશે....

એક મધ્યમ વર્ગીય ગરીબ પરિવાર માથી ધનતેરસ ને દિવસે ગૃહ લક્ષ્મી એ વિદાય લીધી.....

કુણાલ..ની આંખો માથી પાણી પડી રહયા હતા..સાથે મારી આંખ પણ ભીની થઇ ગઇ..

રૂમાલ થી આંખ લૂછી...
કુણાલે વાત ને આગળ વધારી...

દીવાળી.. દિવાળી ની જગ્યા એ રહી...ઘર મા માતમ... છવાઈ ગયું...એ પણ ફક્ત એક કિલો તેલ માટે....

પાપા પણ કાંઈ સમજી શક્યા નહીં..આ બધું અચાનક
શુ થઈ ગયું ?..
હું..એન્જિનિરિંગ ના છેલ્લા વર્ષ મા હતો...મારી સામે મારી મમ્મી ના સ્વપ્નાં ચુથાઇં ગયા ...

પાપા એ પણ ઘરે આવેલ કુટુંબીઓ ને  હાથ જોડી ને કહી દીધું... કોઈ એ હવે અહીં રોકવા ની જરૂર નથી...
એક કિલો તેલ માટે મેં મારી પત્ની ગુમાવી છે....
હવે... હું કોઈ પણ ખોટા ખર્ચા કરવા માંગતો નથી...
પાપા એ બારમાં.તેરમાં નો પણ ખર્ચો ના કર્યો..

પાપા પોતાની જાતને ગુનેગાર સમજતા હતા...
મારી સામે નજર મેળવી શકતા નહતા...

પાર્થિવભાઈ મારી દ્રસ્ટી એ તો..માઁ.. પાપા બંને પૂજનીય છે..કારણ કે ટૂંકા પગાર મા મુશ્કેલીઓ સહન કરતા પાપા ને પણ મે જોયા હતા...

કોઈ વ્યસન કે કુટેવ પપ્પા માં હતી નહી ...કે જેથી આવક નો ભાગ ખોટી જગ્યા એ જતો રહે...

મેં પાપા ને  ખભે હાથ મૂકી કીધું...
પાપા..જે થવાનું હતું તે થઈ ગયું.....
પાપા આંખ મા પાણી સાથે બોલ્યા..કુણાલ બેટા...

તે ધનતેરસ ના છેલ્લા દિવસે...ઓફીસ માંથી કહી દીધું... કંપની ની આર્થિક પરિસ્થિતિ ગંભીર  હોવાથી પગાર અને બોનસ ..દિવાળી પછી ગમે ત્ત્યારે  મળશે...
બેટા... દિવાળી કેમ ઉજવવી તેની ગડમથલ મા...
તારી માઁ સાથે ઝગડો કરી બેઠો...
બેટા મને માફ કર... હું તારો ગુનેગાર છું...

મેં પાપા ને હાથ ફેરવી સ્વસ્થ કર્યા....
પાપા...મમ્મી સાથે લેણદેણ ના સંબધ આપણા પુરા થયા એમ સમજી જીંદગી જીવો..

પાર્થિવ ભાઈ આજે  રૂપિયા થી તો હું ખૂબ સુખી છું...શેરબજાર ની સમજ હોવાથી..
તેમાં પણ સારા રૂપિયા કમાઈ લઉ છું...
પણ માઁ ભૂલતી નથી...
આ મોંઘવારી...એ મારી માઁ ને ભરખી લીધી...

આ યુવાનો એ બેફામ નિવેદન કરતા પહેલા પોતાના ઘર નું બારીકાઈ થી આંતરિક  નિરીક્ષણ કરવું જોઈએ..

પાપા ને દુઃખી જોઈ...મેં એક વખત કીધું... પાપા બીજા લગ્ન કરવા હોય તો.. કરી લ્યો..મારે વાંધો નથી...
નહીં બેટા.. તારી માઁ જેવી દુનિયા મા નહીં મળે....
થોડું પાણી પીધા પછી કુણાલ બોલ્યો...

પાર્થિવભાઈ આછે એક મધ્યમ વર્ગીય પરિવાર ની કહાની..
જે  માંગી પણ શકતો નથી..અને સહન પણ નથી કરી શકતો....
મોંઘવારી ના ચક્કર મા પીસાતો ..પીસાતો...વર્તમાન નો આનંદ ગુમાવે છે...અને ભવિષ્ય ની ચિંતા તેને કોરી ખાઈ છે..

કુણાલ.. તારી વાત સાચી છે...લોકો  ધુતરાષ્ટ્ર ની જેમ  સ્ટેટમેન્ટ આપતા થઈ ગયા છે...
જનતા નું કામ રાજકારણ રમવા નું નથી..રાજકારણીઓ ના કાંન પકડવાનું છે..

કુણાલ બોલ્યો..
પાર્થિવભાઈ... જેને તકલિફ જોઈ હોય... જેને ભૂખ જોઈ હોય.. તે આવા બિનજવાબદર સ્ટેટમેન્ટ કદી ના કરે..
આ બધા તો... બાપ દાદા ના રૂપિયા ઉપર જીવવા વાળા છે...અથવા ભાડૂતી લોકો છે..તેને મોંઘવારી..સાથે કોઈ  મતલબ નથી....
મફત નું ખાવું..અને મંદિરે કે મસ્જીદે ..સૂવું..એ તેમનો જીવન મંત્ર છે...

જેને એક કિલો તેલ ની કિંમત...કેટલી  ચુકવવી પડે તેનું ભાન  હોય...તે આવા ફાલતુ સ્ટેટમેન્ટ કદી ના કરે..