1 November 2018

હુ વિચારતો હતો કે બિચારો મજબુર હશે.

કંડકટરને ભાડુ આપવા જેવો મે ખીચામા હાથ નાખ્યો ત્યા બાજુમા બેઠેલા ભાઈએ હાથ પકડીને કીધુ બાપા રહેવા દયો  હુ તમારી ટીકીટ લઈ લઉ છુ,મે ના પાડી તોય ધરારથી મારી ટીકીટ એણે લીધી,આગળના સ્ટોપે ઈ ભાઈ ઉતરી ગયા ને હુ મારા ખીચામા હાથ નાખીને કાઈક કાઢવા ગયો ત્યા  મગજ બેંડ મારી ગ્યુ કારણ કે  ઈ ભાઈ મારૂ ખીચુ કાપી ગયો હતો,બીજે દિવસે  ઈ ભાઈ મને બજારમા મળી ગયા ઈ ચોર મને ગળે મળીને રોવા માંડ્યો ને કહે મને માફ કરી દયો તમારૂ ખીચુ કાપ્યા પછી મારી ઘરવાળી મરી ગઈ મે પણ ચોરને  માફ કરી દીધો  ચોર જતો રહ્યો પણ ગળે મળ્યો ત્યારે મારો સોનાનો ચેઈન ચોરતો ગયો, હવે મળે તો ધોઈ નાખવો છે એવુ પાકકુ કરી નાખ્યુ તુ ત્યા થોડાક દિવસમા હુ મોટર સાઈકલ લઈને જાતો તો ત્યા પાછો ભટકાણો મે કાઠલો પકડી લીધો ઈ રોવા માંડયો ને માફી માંગી અને ચોરેલા રૂપીયા અને સોનાનો ચેઈન મને પાછો આપી દીધા પછી બાજુના રેસ્ટોરન્ટમા  મને ધરાર નાસ્તો કરવા લઈ ગયો ને ને ભરપેટ ખવડાવીને તે જતો રહ્યો હુ વિચારતો હતો કે બિચારો મજબુર હશે ને હુ મારી ગાડી પાસે આવ્યો ત્યા એની માને આ વખતે મારી મોટર સાઈકલ લઈને વયો ગ્યો
બીલકુલ આવીજ હાલત આપણી નેતા કરે છે ભોળી જનતા એની ઉપર વિશ્ર્વાસ કરે ને દર વખતે ચુંટણી ટાઈમે  નવા નવા તુકકા કરીને આપણને લુંટી જાય છે.