રવિવારની રમૂજ (શિક્ષક)
હર કોઈ સતાવી શકે તો તું શિક્ષક છો.
હર કોઈ બજાવી શકે તો તું શિક્ષક છો .
અભિયાન, મીશન, ઉત્સવ , એકીસાથે ,
સટાસટ જો પતાવી શકે તો તું શિક્ષક છો.
હસવું ને લોટ ફાકવો અઘરું કામ તો છે,
બેય સાથે નિપટાવી શકે તો તું શિક્ષક છો .
શિસ્ત, ક્ષમા , કર્તવ્યનિષ્ઠા જૂની વાત છે,
ગ્રેડમાં લાવી બતાવી શકે તો તું શિક્ષક છો.
ગુરુઘંટાલ હશે શિક્ષકઘંટાલ નહીં મળે ,
આ વાત જો જતાવી શકે તો તું શિક્ષક છો.
ડિજીટલ નામે ડબલુ પણ નથી પાસે ,
કામ તમામ હટાવી શકે તો તું શિક્ષક છો,
જશને માથે જૂતિયાં જ હતાં ને રહેશે,
ઝેર સકળ ઘટઘટાવી શકે તો તું શિક્ષક છો.
હવે તો આશરો એકમાત્ર પગારબીલ નો,
અઠ્ઠાવન સુધી ટકાવી શકે તો તું શિક્ષક છો.
દાજી ના ડાયરામાથી સાભાર