કૌશલ પટેલ લેખ - ૨
એક સુપ્રસિદ્ધ શાળા નાં આચાર્ય શ્રી એ શિક્ષકો ની મીટીંગ બોલાવીને એક જાહેરાત કરી કે ....."હવે થી દરેક વિદ્યાર્થી નાં result હુ તૈયાર કરીશ"
અને આમ કરવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ....જેઓ નાપાસ થતા હતાં...તેઓ પણ પાસ થઈ ગયા
શિક્ષકો અને વાલીઓ પણ અચરજ પામ્યા
એક વાલી મળવા આવ્યાં અને કહ્યુ કે પાસ થવા ૩૩ ગુણ જરુરી છે....મારા બાળક ને ગણિત મા ૨૮ અને વિજ્ઞાન મા ૨૩ ગુણ જ છે....છતા તેને પાસ જાહેર કઇ રીતે કરી શકાય ?
આચાર્ય શ્રી એ કહ્યુ કે તમારી વાત સાચી છે....પરંતું તેને ગુજરાતી મા ૬૩ ગુણ છે....તો તેમાંથી ગણિત મા ખૂટતા ૫ અને વિજ્ઞાન મા ખૂટતા ૧૦ ગુણ મુકી દીધાં.....એટ્લે પાસ !
આચાર્ય શ્રી નાં જાજરમાન વ્યક્તિત્વ સામે વાલી કઇ બોલી શક્યા નહીં
પરંતુ વાલી ને જવાબ થી સંતોષ ન્હોતો
આ વાત અહી પુરી ન થઇ....social media થી વધુ પ્રસરી ગઇ....અને શિક્ષણ મંત્રી સુધી પહોચી ગઇ
મંત્રી મહૉદય ગુસ્સા મા આચાર્ય શ્રી ને મળવા આવ્યાં
અને કહ્યુ કે..." કોઈ વિદ્યાર્થી નાં કોઈ વિષય મા પાસ થવા માટે નાં ગુણ ન આવ્યાં હોય તો બીજા વિષય માંથી ઉમેરી ને કેવી રીતે પાસ કરી શકાય !
જરુરી ગુણ ન આવ્યાં....એનો સીધો અર્થ થાય કે ....વિદ્યાર્થી ની ઓછી મહેનત ને આધારે શિક્ષકે આદેશ આપ્યો કે...તે નાપાસ છે
તો એણે આવતી પરીક્ષા મા ફરી વધુ સારી મહેનત કરીને પાસ થવા જેટલા ગુણ મેળવવા પડે...તો જ તેને આગલા વર્ષ મા જવા લાયક ગણાય."
આચાર્ય શ્રી શાંત ચિત્તે બધુ સાંભળી રહ્યાં....ત્યાર બાદ થોડા જ વાક્યો મા મંત્રી શ્રી ને અરીસો બતાવી દીધો
આચાર્ય શ્રી એ નમ્ર પણે કહ્યુ કે..."હુ પણ આપને એજ કહેવા માંગુ છું કે કોઈ રાજકીય પક્ષ ને ચૂંટણી મા સત્તા પ્રાપ્ત કરવા માટે જેટલી બેઠકો જીતવાની હોય પરંતુ તેનાથી ઓછી જીત્યા હોવ ....તો તેં કઇ રીતે બીજા રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવાર ને ખરીદીને પોતાના પક્ષ મા જોડી ને તેમની બેઠક પોતાની બેઠકો મા ઉમેરીને સત્તા લાયક બની શકે !
એનો સીધો અર્થ થાય કે.... પક્ષ ની નબળી કામગીરી , ભ્રષ્ટાચાર , મોંધવારી ને આધારે જનતા એ આવો આદેશ આપ્યો છે કે તમે સત્તા પ્રાપ્તિ માટે ગેરલાયક છો
તો તમારે આગામી ચૂંટણી સુધી જવાબદાર પૂર્વક કામગીરી કરીને સત્તા પ્રાપ્તિ માટે જરુરી બેઠકો મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ
તો જ તમે સત્તા પ્રાપ્તિ માટે લાયક ક્હેવાઓ.