24 December 2018

૪૨ થી ૪૫ પછી ની ઉમર નો સમયગાળો સ્ત્રી માટે ઘણો પરિવર્તનશીલ બની રહે છે

*૪૨ થી ૪૫ પછી ની ઉમર નો સમયગાળો સ્ત્રી માટે ઘણો પરિવર્તનશીલ બની રહે છે.*

*આ એક એવો પડાવ છે જ્યાં સ્ત્રી બેકલી હોવા છતાં એકલી પડી જાય છે.*

*આ ઉંમરે પુરુષ નો સૂરજ મધ્યાન્હે તપતો હોય છે.  તે પોતાના બીઝનેસ કે જોબ માં એકદમ સેટ થઇ ગયો હોય છે.*

*સફળતા નો નશો તે ધીમે ધીમે માણી રહ્યો હોય છે.*

*પણ સ્ત્રી.......*
*એક અવઢવ માં હોય છે.  કે હું શું કરું?*

*પતિ ની વ્યસ્તતા એ તેને એક સૌથી મોટી વણમાંગી ભેટ આપી હોય છે...'સમય'...!!*

*એક એવો શૂન્યાવકાશ નો ટૂકડો કે જે ભરવા માટે તે હવાતીયા મારતી રહે છે.*

*બાળકો પણ યુવાન થયા છે... ભણવા બહાર ચાલ્યા ગયા છે.*

*અને રહી ગઇ છે એ ......*

*એવા લીલાછમ હર્યાભર્યા વૃક્ષ નાં માળા જેવી કે જેમાં પક્ષીઓ નો કલરવ ભૂતકાળ બની ગયો છે..*

*હાં...*
*પક્ષી આવે છે માત્ર રાતવાસો કરવા, અને સવાર પડતા જ ઉડી જાય છે.*

*સ્ત્રી એકલી એકલી અકળાતી રહે છે.*

*મેનોપોઝ નાં કારણે તે સતત મનોશારિરીક તકલિફો માં થી પસાર થઇ રહી હોય છે.*

*મૂડ માં ગજબનાક ફેરફારો અનુભવી રહી હોય છે.*

*સ્ત્રી ની આ ગૂંગળામણ , અકળામણ નું કોઇ ચોક્કસ સરનામુ નથી હોતુ.*

*પણ તેની આ પીડા.. હતાશા... વલવલાટ્.. વસવસો..*
*બધું ભેગુ થઇ ને એક પ્રસવ પીડા બની જાય છે..*
*અને..સ્ત્રી સર્જન તરફ વળે છે.*

*એ જુદા જુદા માધ્યમો થી પ્રગટ થતી રહે છે.*
*કોઇ વાર્તા લખે..*
તો કોઇ કવિતા.
*કોઇ સંગીત શીખે તો...*
*કોઇ ન્રુત્ય.*
*કોઇ પત્રકાર બને તો કોઇ બ્યુટીશીયન.*
*કોઇ કૂકીંગ શિખવે તો કોઇ યોગા.અભિવ્યક્તી અલગ અલગ... પણ ડોકાય તો સ્ત્રી જ.*

*આ સર્જન સ્ત્રી ને એક આત્મવિશ્વાસ, એક જુસ્સો આપે છે.*
*હું પણ કાંઇક કરી શકું છું એવી ખુમારી આપે છે.*

*પણ...*

*જ્યારે મોટી ઉંમરે સ્ત્રી સર્જન તરફ વળે છે....*
*ત્યારે પુરુષો વિચારે છે....*
*આને પાંખો આવી છે !!!*

*અરે...ભલા માણસ...પાંખો તો એને જન્મ થી જ મળી છે.*

*પણ એ સ્વેચ્છાએ એને સંકેલી ને બેઠી હતી.*

*એણે ગૃહસ્થી ને કદી પિંજરુ ગણ્યુ જ નથી....માળો જ માન્યો છે.*

*પોતાની પાંખો ની હૂંફ થી એણે પરિવાર ને સેવ્યો છે.*

*ક્યારેય ઉડવાની તમન્ના નથી કરી.*

*પણ...પણ...આ મુકામ પર...*

*જ્યારે પક્ષીઓ જ ઉડી ગયા છે તો હવે એ પણ જરી પાંખો ફફડાવે તો ખોટું શું છે ?*

*એને આકાશ નથી જોઇતું...  એને ઉડી ને ચાલ્યા પણ નથી જવું*

*એને તો બસ....થોડી અમસ્તી મોકળાશ જોઇએ છે.*

*એ તમારા જ આપેલા 'સમય' નાં ટૂકડા ને મનગમતી પ્રવ્રુતિ થી ભરવા માટે એક ટૂકડો 'અવકાશ' માંગે છે*

*તો ....શું એ વધારે કાંઇ માંગે છે ???*

*એને થોડુ ખિલવું છે...*

*ખુલવું છે.....*
*થોડુ વહેવુ છે...*
*થોડુ કહેવુ છે...*
*થોડુ મ્હોરી ને*
*થોડુ મહેંકવુ છે*

*તો શું એ ખોટું છે???..*

*પસંદ પડે તો આપના મિત્રોને મોકલો.*