20 January 2019

મનુષ્યનું આખું જીવન ઓગણીસના ભાગ પાડવા માંથી ઊંચું આવતું નથી

આજનું દષ્ટાંત
             
એક ગામમાં એક બુદ્ધિશાળી વ્યક્તિ રહેતો હતો .સમય જતા તેનું મૃત્યુ થયું , તેણે  મૃત્યુ પહેલાં એક વસિયતનામું બનાવી રાખેલું , ગામના સારા પ્રતિષ્ઠિત વડીલોને બોલાવવામાં આવ્યાં અને વસિયતનામું વાંચવામાં આવ્યું , વસીયતમાં લખ્યાં પ્રમાણે તેમની પાસે ઓગણીસ ઊંટ હતા , અને લખ્યું કે મારાં મરણ પછી ઓગણીસ ઊંટમાંથી અર્ધા મારાં દીકરાને મળે , તેનો ચોથો ભાગ મારી દીકરીને મળે , અને છેલ્લે પાંચમો ભાગ માર નોકરને મળે .....
વસીયત વાંચીને સૌ મુંજાઈ ગયાં ! ! કે ઓગણીસનાં ભાગ કેમ પાડવા ? ઓગણીસના અરધા કરીશું તો એક ઊંટ કાપવો પડશે , અને એક ઊંટ મરી જશે અને તેનો ચોથો ભાગ સાડાચાર સાડાચાર પછી ? ? ?
આવનારા સૌ મુંજવણમાં પડી ગયાં , કોઈએ સુજાવ આપ્યો કે બાજુના ગામમાં એક બુદ્ધિશાળી વ્યક્તિ રહે છે .આપણે તેમને બોલાવીયે , ગામ લોકોએ બાજુના ગામથી બુદ્ધિશાળી વ્યક્તિને બોલાવ્યો , તે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના ઊંટ પર બેસીને આવ્યો , આવીને ગામ લોકોની સમસ્યા શાંતિથી સાંભળી , તેણે પોતાની બુદ્ધિ દોડાવી અને કહ્યું કે આ ઓગણીસ ઊંટમાં મારો એક ઊંટ જોડી દયો તો વિશ ઊંટ થશે , ગામ લોકોએ વિચાર કર્યો કે આતો મૂર્ખ લાગે છે , એક તો વસીયત કરવા વાળાએ અમને ગાંડા કર્યા એમાં આ બીજો ગાંડા કરવા માટે આવ્યો , અને કહે છે મારો ઊંટ પણ એમાં ઉમેરી દયો કેવો પાગલ છે .ગામ લોકોએ વિચાર કર્યો કે આમાં આપણું શું જાય છે ભલે ને એનો ઊંટ જાય .....
ઓગણીસમાંથી વિશ ઊંટ કર્યા .

૧૯ + ૧ = ૨૦ થયા ,
૨૦ ના અરધા દીકરાને આપ્યા ,
૨૦ નો ચોથો ભાગ ૫ દીકરીને આપ્યાં ,
૨૦ નો પાંચમો ભાગ ૪ નોકરને આપ્યાં .....
અને છેલ્લે એક પોતાનો ઊંટ બચ્યો તે બુદ્ધિશાળી લઈને ચાલતો થયો અને ગામ લોકો આંખો ફાડીને જોતાં રહ્યાં ....

        llદ્રષ્ટાંતનો સારll

પાંચ જ્ઞાનઇન્દ્રિય ,
પાંચ કર્મઇન્દ્રિય ,
પાંચ પ્રાણ ,
ચાર અંતઃકરણ  (મન બુદ્ધિ ચિત્ત અહંકાર )
કુલ ઓગણીસ થાય ....
એમ મનુષ્યનું આખું જીવન ઓગણીસના ભાગ પાડવા માંથી ઊંચું આવતું નથી , અને જીંદગીભર આ ગડમથલમાંથી નવરો પડતો નથી , પણ જ્યાં સુધી સ્વયંનો આત્મા રૂપી ઊંટ આ ઓગણીસની સાથે નહીં જોડે ત્યાં સુધી એટલે કે આધ્યાત્મિક બુદ્ધિ મત્તા ત્યાં સુધી સુખ , શાંતિ , સંતોષ અને આનંદની પ્રાપ્તિ કરી શકશે નહીં .