14 May 2015

ગબ્બર ઇજ બેક

એક ધનવાન વેપારીની કાર પાર્કિંગ માંથી કાર ચોરી થઇ ગઈ.
બે દિવસ પછી જ્યાં કાર ચોરી થઇ હતી ત્યાંથી પાછી મળી.
અંદર એક કવર હતું. એમાં માફી પત્ર હતો. તેમાં લખ્યું હતું કે "" દેશમાં મારી
માની અચાનક તબિયત બગડી હતી.
અને અરજન્ટ રાતો-રાત નીકળવાનું હતું. પરંતુ અડધી રાતે અને તેમાય વેકેસન, ક્યાય ભાડાની ગાડી મળતી નહોતી,
માની મમતા ને લીધે મેં આ પગલું ભરવા મજબુર થયો.
તમને થયેલી તકલીફ ના લીધે હું દિલગીર છું.
પ્લીઝ મને માફ કરશો. ગાડીમાં પહેલા
જેટલું પેટ્રોલ હતું તેટલું ભરીને રાખ્યું છે.
અને ફુલ નહિ તો ફુલની પાંખડી નિમિતે આવતી કાલે રાતની "ગબ્બર ઇજ બેક" સિનેમાની ૪ ટીકીટ મૂકી છે તમારા પરિવાર માટે.
મારી તમને નમ્ર વિનંતી કે મોટું મન રાખી મને માફ કરશો.
પત્ર માં લખેલી સ્ટોરી વાંચીને જેન્યુઈન
લાગી. અને કાર પાછી હતી તેવી અને તેજ જગ્યા ઉપર મળી માટે બધા શાંત થઇ ગયા.
બીજા દિવસે, શનિવારે વેપારી સાંજે
કુટુંબને લઈને પહેલા પાવ-ભાજી નો
પ્રોગ્રામ રાખ્યો અને પછી
" ગબ્બર ઇજ બેક " જોવાનું રાખ્યું.
( થીયેટર પર પહોચતા જોયું કે બ્લેક માં પણ ટીકીટ ની પડાપડી હતી.)
પિક્ચર જોઇને પાછા ઘરે આવતા જોયું
તો ઘરનું દરવાજુ ખુલ્લું હતું.
અંદર જઈને જોયું તો ઘરની બધી વસ્તુ
ગાયબ હતી, કબાટ પણ ખુલ્લો અને
ખાલી હતો. દર દાગીના અને રોકડ રકમ ભી ચોરાય ગઈ હતી.
બહાર હોલમાં ટીપોય ઉપર એક કવર હતું અને તેમાં લખ્યું હતું......,
" પિક્ચર ગમ્યું કે નહિ? "
બાય ધ વે... ગબ્બર ઇજ બેક.....!!!