26 May 2015

Laptopમાં આવી રહેલા કોમન પ્રોબ્લેમ્સ માટે આ 10 BEST ટિપ્સ બની શકે છે USEFULL


લેપટોપ યુઝર્સે લેપટોપ સ્લો થવાથી લઇને મેમરી અને ઓવરહિટિંગ જેવી નાની-મોટી સમસ્યાઓ આવતીજ રહે છે. ક્યારેક યુઝર્સને આવી સમસ્યાઓ આવવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. જોકે આવી નાની-મોટી સમસ્યાઓનુ સમાધાન તમે ઘરે બેઠા બેઠા જ હલ કરી શકો છો. Divyabhaskar.com તમને લેપટોપ સાથે જોડાયેલી મુખ્ય 11 સમસ્યાઓ અને તેના સમાધાન વિશે જણાવી રહ્યુ છે જે તમારા કામમાં આવી શકે છે.
1. બેટરી ચાર્જના થવી
બેટરી લાઇફની વાત કરીએ તો લિથિયમ-આયનમાંથી બેનેલી બેટરીઓમાં ચાર્જિંગની ક્ષમતા કેટલાલ સમય સુધીની જ હોય છે. જો તમારા લેપટોપમાં બેટરી ચાર્જ નથી થઇ રહી અથવા તો એક્સપેક્ટેડ ટાઇમ કરતા જલદી ડિસ્ચાર્જ થઇ જાય છે તો લેપટોપની બેટરી બદલવાનો સમય આવી ગયો છે. batteries.com વેબસાઇટ પરથી અફોર્ડેબલ કિંમતે તમે નવી બેટરી ખરીદી શકો છો.
laptop2
2. ઓવરહિટિંગ
ઓવરહિટિંગના કારણે લેપટોપ સ્લો કામ કરવા લાગે છે. લેપટોપની નાની સાઇઝ અને વેન્ટિલેશનના હોવાના કારણે તેમાં ઓવરહિટિંગની સમસ્યા અવારનવાર આવતી રહે છે. ક્યારેક-ક્યારેક લેપટોપમાં કુલિંગ સિસ્ટમમાં એર પાસ થવાના કારણે હોલ પર ધુળ જામી જવાના કારણે પણ ઓવરહિટિંગની સમસ્યા આવતી હોય છે. લેપટોપને ઓવર હિટિંગથી બચાવવા માટે એક સરળ ઉપાય એ છે કે થોડાક થોડાક અંતરે લેપટોપમાં એયર પાસ થાય છે તે જગ્યાને કપડાથી અથવા તો ક્લિનરથી સાફ કરો. એમ કરવા છતા પણ જો ઓવરહિટિંગની સમસ્યા દુર નથી થતી તો લેપટોપના હાર્ડવેર સિસ્ટમને બદલવાની જરૂર છે.
laptop4
3. મેમરીની સમસ્યા
લેપટોપમાં મલ્ટિપલ એપ્લિકેશન્સ ચાલુ રહેવાના કારણે મેમરીની સમસ્યા આવતી હોય છે. તેના માટે તમારા લેપટોપમાં રેમને અપગ્રેડ કરવાની જરૂર છે. આ સાથે તમે જે પ્રોગ્રામ્સનો ઉપયોગ ના કરતા હોય તેને ડિસેબલ કરવાથી મેમરીની સમસ્યા દુર થઇ શકે છે. આમ કરવાથી તમારા લેપટોપ સ્ક્રિનના ટાસ્કબારમાં આઇકન પર કર્સરને લઇ જઇને રાઇટ ક્લિક કરી અને બિનજરૂરી પ્રોગ્રામ્સ ડિસેબલ કરીદો.
laptop3
4. હાર્ડ ડ્રાઇવની સમસ્યા
લેપટોપમાં હાર્ડ ડ્રાઇવમાંથી ડેટા એક્સેસ કરતા અવાજ આવે છે. તેનો મતલબ એ કે તમારા લેપટોપની હાર્ડ ડ્રાઇવમાં કાઇંક પ્રોબ્લેમ હોઇ શકે છે. એવુ થવા પર હાર્ડ ડ્રાઇવ ક્રેશ થવાનો ભય રહે છે. જો તમારા લેપટોપમાં પણ આવી સમસ્યા હોય તો સૌ પ્રથમ તમારા ડેટાનુ એક બેકઅપ બનાવી લો. તેના મટે તમે ઓનલાઇન સાઇટ્સ જેમ કે Norton Save and Restore 2.0 નો ઉપયોગ કરી શકો છો. જો કે બીજી કેટલીય સાઇટ્સનો બેકઅપ માટે ઉપયોગ કરી શકો છો પરંતુ તેના માટે તમારે અલગથી રૂપિયા ચુકવવા પડશે.
laptop4
5. કિ-બોર્ડ રિપ્લેસમેન્ટ
લેપટોપ કિ-બોર્ડ ખરાબ થવાની સમસ્યા સામાન્ય છે. કેટલીક વાર વધારે પડતુ કે જોર જોરથી ટાઇપ કરવાથી પણ કિબોર્ડ ખરાબ થઇ જાય છે. જો કે આવી સમસ્યાને નિવારવા માટે ઓનલાઇન સાઇટ્સ છે જે તમને સરળ ભાષામાં કિબોર્ડ રિપ્લેસમેન્ટ વિશે માહિતી આપશે. તમારે ઇન્ટરનેટમાં ‘Keyboard replacement’ ટાઇપ કરવાનુ રહેશે
laptop5
6. વાયરલેસ નેટવર્ક કનેક્ટના થવુ
લેપટોપ પોર્ટેબલ હોય છે. તેના આસાનીથી ક્યાય પણ લઇ જઇ શકાય છે. એવામાં નેટવર્કથી કનેક્ટ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ કેટલીક વખત લેપટોપમાં નેટવર્ક નેક્શનની સમસ્યા આવી જતી હોય છે. કેટલાય લેપટોપમાં વાયરલેસ નેટવર્ક કનેક્શન માટે એક્સ્ટર્નલ બટર આપવામાં આવેલુ હોય છે. નેટવર્ક સાથે કનેક્ટ કરતી વખતે એ વાતનુ ધ્યાન રાખવુ કે તે બટન ઓફ ના હોય. જો તમે છતા પણ તમને નેટવર્ક કનેક્ટ કરવામાં સમસ્યા આવી રહી હોય તો તમે Network Magic નામની વેબસાઇટ પર તમારી સમસ્યાનુ સમાધાન મેળવી શકો છો.
laptop6
7. ડિસ્પ્લેની સમસ્યા
તમારા લેપટોપ સ્ક્રિન પર રેડ અથવા તો ગ્રીન ડોટ્સ દેખાતા હોય તો સમજવુ કે તે ડેડ પિક્સલ્સના કારણે થાય છે. એવામાં જો લેપટોપ સ્ક્રિન પર 10 થી 18 ડેડ પિક્સલના હોયતો લેપટોપ બનાવતી કંપની પણ તેને ઠિક નથી કરી શકતી. પરંતુ ચિંતા જેવી કોઇ વાત નથી તમે ઘરે પણ તેને ઠીક કરી શકો છો. તેના માટે તમારે એક મુલાયમ અને સાફ કપડા વડે ડેડ પિક્સલ વાળી જગ્યાએ હલ્કા હાથે ગોળ-ગોળ ફેરવો.એવુ કરવાથી કેટલીક વખત ડેડ પિક્સલમાં લાઇટ આવી જતી હોય છે.
laptop7
8. વાયરસની સમસ્યા
લેપટોપમાં જેટલા વધારે વાયરસ હશે સિસ્ટમ એટલી સ્લો કામ કરશે. તેના માટે તમારે antyspyware પ્રોગ્રામ અથવા તો કોઇ ફ્રિ વાયરસ સ્કેન ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો.
laptop8
9. આઉટડેટેડ વીડિયો ડ્રાઇવર્સ
લેપટોપ અને નોટબુક યુઝર્સ સાથે વીડિયોની સમસ્યા એક સામાન્ય વાત છે. મોટેભાગે ગેમ્સ અને સોફ્ટવેર સાથે આવા પ્રકારની સમસ્યા વધારે આવતી હોય છે. જેને રન કરવા માટે લેટેસ્ટ વીડિયો કાર્ડ ડ્રાઇવરની જરૂરિયાત પડતી હોય છે. કેટલાય લેપટોપ લેટેસ્ટ કાર્ડ સાથે આવે છે તો કેટલાય મેન્યુફેક્ચરર્સ વીડિયો કાર્ડ અપડેટ કરવાની સુવિધા આપે છે. એવામાં જો તમે પણ આઉટડેટેડ ડ્રાઇવરની સમસ્યાથી હેરાન હોવતો ઇન્ટરનેટ પરથી લેટેસ્ટ વીડિયો ડ્રાઇવર ડાઉનલોડ કરી શકો છો. જેમ કે લિનોવો લેપટોપ યુઝર્સ lenovo.com/support સાઇટ પરથી લેટેસ્ટ વીડિયો ડ્રાઇવર ડાઉનલોડ કરી શકે છે.
laptop10
10. જો લેપટોપ પડી ગયુ હોય
લેપટોપ પડવાથી તેમે કેટલીય સમસ્યાઓ આવતી હોય છે. જેવી કે સ્ક્રિન ડેમેજ થવી અથવા તો મધરબોર્ડમાં ખરાબી આવવી. જુના લેપટોમાં કેટલાય નવા મોડ્યુલર પાર્ટ્સ હોય છે જે સરળતાથી રિપેર થઇ શકતા હોય છે, પરંતુતે નવા લેપટોપમાં વધારે કોમ્પેક્ટ હોય છે. અને તેને રિપેર કરવુ ઘણુ મોંધુ પડી શકે છે. એવામાં રિપેર કરવા કરતા તા સારૂ છે કે નવુ લેપટોપ ખરીદી લો
laptop11
સાભાર: દિવ્ય ભાસ્કર.