13 June 2015

કેવી રીતે કરશો ફેશિયલ યોગા




- ગરદન સીધી રાખીને આઈબ્રો ઉપર-નીચે કરો.
- આઈબ્રોને સંકોચો, જેથી કરીને કપાળ પર આડી અને ઉભી રેખાઓ પડે.
- ગરદન સીધી રાખીને ઉપર-નીચે કરો.
- આંખોને બંને દિશામાં ગોળ ફેરવો.
- સવારે અને રાત્રે આંખોને ઠંડા પાણી વડે ધુઓ.
- નસકોરા ફુલાવો અને ઢીલા છોડી દો.
- આખુ મોઢુ ખોલો અને બંધ કરો.
- જડબુ ડાબી અને જમણી બંને બાજુ હલાવો.
- હોઠને દબાવો અને એકદમ ખેંચીને પહોળા કરો.
- દાંત દેખાડો અને બંધ કરો.
- મોઢામાં હવા ભરીને ફુગ્ગો ફુલાડો.
- દાંત પર દાંત મુકીને જોરથી દબાવો.
- ગરદનની ચામડીને ખેંચો અને જડબુ એકદમ ટાઈટ કરો.
- દસ ગણતાં ગરદનને પાછળની તરફ લઈ જાવ.
- મોઢામાં પાણી ભરીને હલાવો.
- સુતા પહેલા દરરોજ ચહેરાને સાફ કરો. જો તમે કામકાજી મહિલા હોવ તો ડીપ ક્લિંઝીગ મિલ્કથી સાફ કરો.
- વ્યાયામ સિવાય સંતુલિત ભોજન તમારી ત્વચામાં વધારે ચમક લાવે છે. જેથી કરીને ભોજનમાં દૂધ, ઘી, સલાડ, ફળ, લીલા શાકભાજીને અવશ્ય લેવા. પુરતુ પાણી પીવો અને સુર્યના આકરા તાપથી પણ બચો.
- દરેક ફેશિયલ યોગા 8-10 થી 20 વખત દિવસમાં 5 થી 7 મિનિટ સુધી દરરોજ કરો. આનાથી તમને 15 દિવસમાં જ ફરક જણાશે.