13 June 2015

યોગમુદ્રા- જ્ઞાનમુદ્રા, પૃથ્વીમુદ્રા અને પ્રાણમુદ્રા




યોગમુદ્રા (હસ્તમુદ્રા)
હાથના હળવા વ્યાયામ દ્વારા કેટલીક તકલીફોમાં થતો સારવાર
’યોગ્યમુદ્રા’એ યોગાસનનો એક પ્રકાર છે. ’યોગમુદ્રા’ને હસ્તમુદ્રા કહી શકાય રોજીદા કામકાજમાં, તદુંરસ્તી જાળવવા અને તેના વિશેષ જાણવા માટે હાથનો ઉપયોગ થાય છે અને ઉપયોગી છે. પર્યાયી ઔષધો (Alternative Medicine) માં હાથના આરોગ્યનું મહત્ત્વ સમજાવ્યું છે. શરીરમાં રહેલી વિવિધ પ્રવાહીનીઓ ’હાથ’ ગ્રંથીયો સાથે સંકળાયેસી છે. બ્રિટીશના શરીર વિજ્ઞાની ડૉ. ચાર્લોટ વોલફે તથા હસ્તેખાવિદોએ હાથની આકાર અને રેખા ઉપરથી તંદુરસ્તી વિશેષ જાણી શકાય એમ કહે છે. એક્યુપ્રેશર થેરપીમાં જણાવયું છે કે અંગૂઠામાં પીટયુટી અને પીનીયલ ગ્રંથીઓના બિંદુ આવેલા છે જે શરીરમાં રહેલા ચેતન તંત્રને સંભાળે છે. યોગશાસ્ત્રમાં અગૂઠાને વધારે રાધાન્ય અથવામાં આવ્યું છે કારણ કે અંગૂઠામાં ચેતનતંત્રને સંભાળે છે. યોગશાસ્ત્રમાં અંગૂઠાને વધારો પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કારણ કે અંગૂઠામાં ચેતાતંત્ર જોડાયેલ છે. ચેતનતંત્રની મદદથી અન્ય તંત્ર, ગ્રંથી, અંગ કાર્યશીલ કે રોગમુક્ત રહે છે.
યોગ કરતી વખતેના નિયમોજાડી શેતરંજી ઉપરપલાંઠી કરે પદમાસનમાં બેસો. શરીરનો કોઇપણ ભાગ જમીન કે બીજે કયાંય અડકે નહી તેવી રીતે બેસો.
જ્ઞાનમુદ્રા, પૃથ્વીમુદ્રા અને પ્રાણમુદ્રા આ ત્રણેય હસ્તમુદ્રા રોગ હોય કરે ના હોય તો પણ કરી શકાય છે.
દિવસમાં એક વાર, સતત ૩૦-૪૦ મિનિટ કોઇ પણ એક હસ્તમુદ્રા કરવો જોઇએ.
હસ્તમુદ્રા કરતી વખતે હાથ કે કાંડા ઉપર કોઇપણ પ્રકારનું ઘરેણું કે ઘડિયાળ પહેરવું નહીં.
કોઇપણ પ્રકારની દવા કે સારવાર ચાલતી હોય તો હસ્તમુદ્રા કરવી નહીં.
યોગાસનના નિયમ મુજબ હસ્તમુદ્રા ખાલી પેટે કરવી.
જ્ઞાનમુદ્રા
રીત
પ્રથમ આંગળીને વાળી તેનાં ટેરવાંને અંગૂઠાના ટેરવાં ઉપર મૂકો. બાકીની આંગળીઓ સીધી રાખો.
ઉપયોગિતામાનસિક રોગો જેવાં કે અનિદ્રા, અતિનિદ્રા, સ્મૃતિનાશ, તણાવ, ગ્લાનિ, ક્રોધ, ચિંતા વગેરેમાં રાહત મળે છે.
જપ-તપ-ધારણા- ધ્યાન-પૂજા- પાઠ વગેરેમાં મન સ્થિર રહે છે અને ધ્યાનબંગ થતું નથી.
વાયુમુદ્રા
રીત
પ્રથમ આંગણી વાળો. આંગળીના પહેલા વેઢા પર કે બીજા વેઢાના પાછલા મધ્ય ભાગને અંગૂઠાથી દબાવી રાખો.
ઉપયોગિતાદરેક પ્રકારના સાંધાના વા કે દુ:ખાવા માટે ઉપયોગી.
વાઇ, લકવા, કંપવા, ગાંઠીયો કે બીજા વાયુરોગોમાં ઉપયોગી.
નસોનું કમજોરપણું મટાડે છે.
નોંઘ - વાયુમુદ્રા કર્યા પછી તરત જ પ્રાણમુદ્રા કરવાથી જણાવેલી તક્લીફમાં ઝડપથી લાભ થાય છે.
વરૂણમુદ્રા
રીત
સૌથી લાંબી આંગળીને વાળી તેનાં ટેરવાંને અંગૂઠાના ટેરવાં ઉપરી મૂકો. બાકીની ત્રણેય આંગળીઓ સીધી રાખો.
ઉપયોગિતાલોહ શુદ્ધ છે કે, રકત્તવિકાર જેવાં કે ચર્મરોગ, પાંડુરોગ (એનેમીયા) માં અસરકારક છે.
કફનું નિયંત્રણ કરે છે. ત્વચા સુંદર બનાવે છે.
શૂન્યમુદ્રા
રીત
સૌથી લાંબી આંગળીને વાળી આંગળીના પહેલા વેઢા પણ કે બીજા વેઢાની વચ્ચે મધ્યભાગ ઉપર અંગૂઠો દબાવો.
ઉપયોગિતા
કાનની બઘા પ્રકારની તકલીફો જેવા કે બેહોશ, દુ:ખાવો, અવાજ, પરૂ વગેરેમાં અસરકારક છે.
સૂર્યમુદ્રા
રીત
ત્રીજી આંગળીને વાળો. આંગળીના પાછલાં પહેલા વેઢા પર કે બીજા વેઢાની વચ્ચે મધ્યભાગ ઉપર અંગૂઠો દબાવો. બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખો.
ઉપયોગિતા
ચરબી ઘટાડવામાં ઉપયોગી.