26 September 2015

ક્ષણિક આનંદ માટે આપણે આપણા લક્ષ્યથી વિચલીત થઇ જઇએ છીએ.


એક રાજ્યમાં રાજાનું મૃત્યું થયુ કોઇ
વારસદાર ન હોવાથી નગરજનોમાંથી જે
રાજ્યનું સંચાલન કરવા માંગતા હોય એવા
તમામ યુવાન ભાઇ-બહેનોને આમંત્રણ
આપવામાં આવ્યુ. લગભગ 50 જેટલા
યુવાનો અને 50 જેટલી યુવતીઓ રાજ્યનું
શાશન કરવાની અપેક્ષા સાથે એકઠા
થયા.
આ તમામ 100 વ્યક્તિઓને નગરના
દરવાજાની બહાર બેસાડીને કહેવામાં
આવ્યુ કે રાજ્યનું સંચાલન એ વ્યક્તિને
સોંપવામાં આવશે જે આ દરવાજેથી
પ્રવેશીને 2 કીલોમીટર દુર આવેલા
સામેના દરવાજેથી સૌથી પહેલા બહાર
આવી શકે અને આ 2 કીલોમીટરનું અંતર
કાપવા માટે વધુમાં વધુ એક કલાકનો સમય
આપવામાં આવશે.
સુચના મળતા જ પોતે જ રાજ્યના સંચાલક
બનશે એવી આશા સાથે દરેકે પોતાની
તમામ તાકાત લગાવીને દોડવાની
શરૂઆત કરી. થોડુ આગળ ગયા ત્યાં
રસ્તામાં મોટું બોર્ડ મારેલુ હતું , " જરા
બાજુંમાં તો જુવો ...." બાજુમાં ડાન્સ
ચાલુ હતો એક તરફ અભિનેત્રીઓ અને
બીજી તરફ અભિનેતાઓ નાચતા હતા અને
એની સાથે નાચવાની આ તમામ
સ્પર્ધકોને છુટ હતી. મોટા ભાગના
યુવાનો અને યુવતીઓ તો અહીં જ નાચવા
માટે આવી ગયા...બાકીના આગળ વધ્યા
ત્યાં રસ્તામાં કોઇ જગ્યાએ આઇસ્ક્રિમ ,
કોઇ જગ્યાએ ડ્રાય ફ્રુટસ , કોઇ જગ્યા એ
જ્યુસ અને કોઇ જગ્યાએ ચોકલેટસ અનેક
પ્રકારના ખાવા પીવાના આકર્ષણ હતા.
જેને જે ફાવ્યુ તે ત્યાં રોકાઇ ગયા.
એક યુવાન સતત દોડતો રહ્યો અને પેલા
દરવાજાની બહાર સૌથી પહેલા
નીકળ્યો એના ગળામાં હાર પહેરાવીને
જાહેર કરવામાં આવ્યું કે તમે આ રાજ્યના
સંચાલક. તમને ત્રણ પ્રશ્ન પુછવા છે પેલા એ
કહ્યુ કે પુછો...પુછો શું પુછવું છે તમારે ?

1. તમારી સાથે બીજા 99 વ્યક્તિ દોડતી
હતી એમણે રસ્તામાં ઘણું જોયુ તમે કંઇ
જોયુ ?
પેલા એ જવાબ આપ્યો હા મે પણ બધું જ
જોયુ.
2. તમને કોઇ ઇચ્છા ના થઇ ? પેલાએ કહ્યુ કે
ઇચ્છા તો મને પણ થઇ નાચવાની ,
ખાવાની , પીવાની કારણ કે હું પણ
માણસ જ છુ.
3. તમે બધુ જોયુ ....તમને ઇચ્છા પણ થઇ તો
તમે એમ કર્યુ કેમ નહી ?
નવા નિયુકત થયેલા રાજ્યના સંચાલકે
સરસ જવાબ આપ્યો ....," મને જ્યારે
નાચવાની , ખાવાની કે પીવાની
ઇચ્છા થઇ ત્યારે મારી જાતને થોડી
સેકન્ડ રોકીને વિચાર્યુ કે આ બધુ તો
આજનો દિવસ જ છે કાલનું શું ? પણ જો આજે
આ બધું જતું કરીને એક વાર આ રાજ્યનો
સંચાલક બની જાવ તો આ મજા તો
જીંદગી ભર કરી શકું. બસ મે જીંદગી ભરના
આનંદ માટે એક દિવસનો આનંદ જતો કર્યો"

આપણા જીવનમાં પણ પેલા 99 વ્યક્તિ જેવું
જ થતું હોય છે ક્ષણિક આનંદ માટે આપણે
આપણા લક્ષ્યથી વિચલીત થઇ જઇએ
છીએ. જીવનમાં ધ્યેયથી વિચલીત કરનાર
તમામ લાલચોને ઓળખીને તેનાથી દુર
રહીએ તો આપણને પણ શ્રેષ્ઠ કારકિર્દી
ઘડતા દુનિયાની કઇ તાકાત રોકી શકે
નથી.

Thanks - Aashishbhai GK blog.