21 January 2017

વિદાય ગીત


જાઉં છું....

હસતું-રમતું એક બચપન અહીં મૂકીને જાઉં છું,
સુંદર ભવિષ્યના સપના આંખમાં આંજીને જાઉં છું.

પાટી,પેન,મિત્રો,વૃક્ષોને આ ચકલીઓનો કલબલાટ,
યાદોનું એક આખું ઉપવન ખિચ્ચામાં ભરીને જાઉં છું.

રીત કયાં છે? અહીં તો કસમ છે વિદાય,
અંત નહી,એક નવા આરંભ સાથે જાઉં છું.

વરસશે વરસાદ ને અચાનક હૂં ઉગી જઇશ,
શાળાના પ્રાંગણમાં મારી યાદ વાવીને જાઉં છું.

ભણતરની સાથે શિખવ્યું જેમણે જીવન ઘડતર ,
એ ગુરુજનોના શુભાષિશ માથે ચડાવીને જાઉં છું.
   

કાજલ ઠક્કર
      24-4 15