24 October 2018

તમારી પાહે કોઇ એની સમસ્યા લઈને આવેને તમને લાગે કે આ મારી સમસ્યા નથી તો બીજીવાર વિચાર કરજો.

એક ઉંદર વેપારીના  ઘરમા દર બનાવીને રહેતો હતો એક દિવસ ઉંદરે જોયુ કે વેપારી થેલામા થી કાઈક  કાઢે છે ઉંદરને એમ કે કાઈક ખાવાનુ હશે,પણ એની જગ્યાએ ઉંદર પકડવાનુ મોટુ પાંજરૂ હતુ ઉંદર સમજી ગયો કે આ મારા માટે છે તેણે આ વાત પાડોશમા રહેતા કબુતરને કરી કે પાંજરૂ આવી ગયુ છે,કબુતરે મજાક ઉડાવી કે એમા મારે શુ લેવા દેવા મારે કયા એમા ફસાવાનુ છે? નિરાશ ઉંદરે આ વાત મરધીને બતાવી મરધીએ પણ મજાક ઉડાવીને કીધુ કે આ તારી સમસ્યા છે,નિરાશ થઈને ઉંદરે આ વાત ઘરની પાછળ રહેતા બકરાને કરી બકરો હસી હસીને લોટપોટ થઈ ગયો,બીજે દીવસે પાંજરામા ખટાક દઈને અવાજ આવ્યો ઉંદરે જોયુ તો એક સાપ પાંજરામા આવી ગયો હતો અંધારામા વેપારીની પત્નિએ ઉંદર સમજીને પુછડી પકડીને બહાર ખેંચ્યો સાપે તેને ડંશ મારી દીધો તબીયત બગડવાથી દેશી વૈધ આવ્યો વૈધે કબુતરનુ સુપ પાવાનુ કહ્યુ હવે કબુતર ગરમ પાણીમા ઉકળતુ હતુ આ સમાચાર સાંભળીને તેના સગાવ્હાલા આવ્યા તેના માટે મરધીને રાંધવામા આવી,થોડા દિવસોમા વેપારીની પત્નિ સાજી થઈ ગઈ તેની ખુશીમા  વેપારીએ શુભચિંતકો માટે પાર્ટી રાખી જેમા બકરાને કાપવામા આવ્યો, ઉંદર તો દુર થી આ બધુ જોતો હતો,
હવે પછી કોઈ તમારી પાહે એની સમસ્યા લઈને આવેને તમને લાગે કે આ મારી સમસ્યા નથી તો બીજીવાર વિચાર  કરજો,
કયાક એની સમસ્યાના છેડા આપણને પણ અડતા હોઈ એટલે મદદ કરજો.