દીપાવલીના આ પંચદિવસીય તહેવાર પ્રસંગે આપ સૌને હાર્દિક શુભકામનાઓ....
મનની મલિનતાને કરીયે મળીને આવો સૌ હોળી
વીત્યું વર્ષ ને વીતી વાતો, વધાવ! દોસ્ત આવી દિવાળી...
સંસારની સુંદરતાને નિહાળતા શીખીએ...
સત્યની સોયથી સંબંધ સીવતાં શીખીએ ...
મૂકીએ પંચાત,ચંચુપાત .સાંભળીયે શબ્દો ગાળી-ગાળી..
વધાવ! દોસ્ત આવી દિવાળી...
હેત હરખના હિંડોળે ઝુલિયે..
સર્વ સંબંધોને એક ભાવથી ના મૂલીએ..
વાતોથી નહીં,વર્તનથી જાણીએ..સંબંધને વાગોળી-વાગોળી...
વધાવ! દોસ્ત આવી દિવાળી...
અડગ મનના માનવી ને રંગ ના દુજો ચડે...
વાતનાં વરખને ઉતારતા સત્ય માલુમ પડે...
દોસ્ત! કાદવ ને કાદવથી ધોતાં..વસ્તુ થાય નહીં ધોળી-ધોળી..
વધાવ! દોસ્ત આવી દિવાળી...
મનની મીરાંતને સાચવતા શીખો..
સમજતા નથી..એવું..ના..ચીખો..
ટંટા- ફિસાદ,પૂર્વગ્રહો,
સૌ મળીને..મૂકીએ..બાળી-બાળી..
વધાવ! દોસ્ત આવી દિવાળી..
આ તારો,આ મારો એવો ભેદ ભરમ ભૂલી,
શંકા-શંસયને ભૂલી, મીઠી રાખીયે બોલી
વાતનું વતેસર ના કરીયે ને બોલ બોલીએ તોળી-તોળી...
વધાવ!દોસ્ત આવી દિવાળી...
--દિનેશ બારૂપાર